ભાણવડ નજીક આવેલા એક વાડી વિસ્તારમાં ફિશીંગ નેટમાં આશરે છ ફૂટનો એક અજગર ફસાયેલો હોવા અંગેની જાણ વાડી માલિકે ભાણવડના જીવદયા પ્રેમી રેસ્ક્યૂઅર અશોકભાઈ ભટ્ટને કરી હતી.
જાણ કરતા તેઓએ તુરંત આ સ્થળ પર પહોંચીને લાંબી જહેમત બાદ નેટમાં ફસાયેલા આ વિશાળ અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. ત્યાર બાદ આ અજગરને પ્રાથમિક સારવાર આપી અને પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયો હતો. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં વિજયભાઈ ખુંટી અને વિશાલ પણ જોડાયા હતા.
બી.વી.પી. દ્વારા ગ્રામ્ય જીવન દર્શન કાર્યક્રમ યોજાયો
ખંભાળિયા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા “ગ્રામ્ય જીવન દર્શન – અનુભૂતિ 2024 “નું તાજેતરમાં ત્રિદિવસીય આયોજન ઓખા-દ્વારકા ખાતે કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ કાર્યક્રમ “ગામને જાણો અને ગામને માણો” એવા હેતુથી દર વર્ષે આયોજન કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી આશરે 150 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. જેમાં વિદ્યાર્થીઓએ દ્વારકા, બેટ દ્વારકા અને ઓખાના અલગ અલગ ગામડાઓમાં જઈ અને ઐતિહાસિક અને પૌરાણિક સ્થળોની માહિતી મેળવી હતી.