Gujarat

રાધનપુર શહેરના મુખ્ય માર્ગ પર મસમોટા મોટા ખાડા..કમરનાં મણકા ભાંગી જાય તેવા માર્ગો છતાં પાલિકા તંત્ર નિદ્રાધીન…

પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર

રાધનપુર શહેરના મુખ્ય માર્ગ પર મસમોટા મોટા ખાડા..કમરનાં મણકા ભાંગી જાય તેવા માર્ગો છતાં પાલિકા તંત્ર નિદ્રાધીન…

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં મુખ્ય માર્ગોની હાલત બિસ્માર બની જવા પામી છે. શહેરમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ પર ઠેર ઠેર મસ મોટા ખાડા પડ્યા છે જેને લઇને માર્ગ પરથી પસાર થવામાં લોકો પરેશાની ભોગવી રહ્યા છે નગરપાલિકા દ્વારા શહેરમાં ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવ્યા હતા પરંતુ કમરના મણકા ભાંગી જાય તેવા ખાડાને કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
રાધનપુર શહેરમાં આવેલ મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ખાડાઓ પડવાના કારણે માર્ગ પરથી પસાર થવામાં વાહનચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે શહેરના એસટી સ્ટેન્ડ નજીક તેમજ જલારામ સોસાયટી પાસે પડેલા મોટા મોટા ખાડા ના કારણે વાહન ચાલકોના કમરના મણકા ભાગી જાય તેવો માર્ગ બની જવા પામ્યો છે. નગરપાલિકા દ્વારા શહેરમાં રોડ પર ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી હોવાના દાવાઓ કરવામાં આવ્યા હતા પરંતુ શહેરના મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ખાડા પડેલા છે આ બાબતે વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી અહીં રોડ પર મોટા મોટા ખાડા પડેલા છે. આ બાબતે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા દ્વારા ખાડા પુરવાની યોગ્ય કામગીરી કરવામાં આવેલી નથી જ્યારે નગરપાલિકા દ્વારા ખાડા પૂરવા ની કામગીરી કરવામાં આવી હોવાના દાવા બાબતે વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માત્ર ઝીણી કપચી નાખવામાં આવી છે જે વરસાદમાં ધોવાઈ ગઈ છે શહેરના માર્ગ પર ખાડા પુરવાના બદલે પાલિકાના અધિકારી દ્વારા ખોટા બીલો બનાવી પોતાના પેટનો ખાડો પુર્યો હોય તેવા આક્ષેપો વેપારીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. જાહેર માર્ગ પર પડેલા ખાડાઓને કારણે પરેશાન નગરજનોના પ્રશ્નોના નિવારણ માટે સત્તાધારી ભાજપ કે વિપક્ષ કોંગ્રેસના આગેવાનો ના સૂચક મૌન થી વેપારીઓ તેમજ શહેરીજનો અકળાઈ ઉઠ્યા છે.

IMG-20240907-WA0095.jpg