Gujarat

લોહાણા મહાપરિષદના કારોબારી સભ્ય સમેત સાવરકુંડલાના રઘુવંશી સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં રઘુકુળ નવરાત્રી મહોત્સવના આયોજકોનું સન્માન કરાયું

સાવરકુંડલાના રઘુવંશી સમાજના ભાઈઓ – બહેનો પારિવારિક માહોલમાં અને વડીલોની નીશ્રામાં નવરાત્રી મહોત્સવ ઉજવી શકે તે માટે છેલ્લા ઘણા વર્ષોથી “શ્રી વીરદાદા જસરાજ સેના” ની ટીમ દ્વારા રઘુવંશી પરિવારો માટે “રઘુકુળ નવરાત્રી મહોત્સવ” નું સંપૂર્ણપણે નિશુલ્ક છતાં પણ સુંદર આયોજન કરવામાં આવે છે જેમા રઘુવંશી સમાજના ભાઈ, બહેનો સંપૂર્ણ પણે નિશ્ચિત થઇને પારિવારિક માહોલમાં નવરાત્રિ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરે છે જેમાં ખેલૈયાઓને ઈનામ અને ઉપસ્થિત જ્ઞાતિજનોને અલ્પાહારની સુવિદ્યા નિઃશુલ્ક આપવામાં આવે છે સતત દસ દિવસ સુધી આવું સુંદર અને સફળ આયોજન કરવું એ કઠીન અને મહેનતનું કાર્ય જ ગણાય.
પરંતુ વીરદાદા જસરાજ સેનાના તમામ સ્વયંમ સેવકોની એક પારિવારિક ભાવનાથી નવરાત્રિનું સુંદર આયોજન દર વર્ષે  સફળતાપૂર્વક સંપન્ન થાય છે, જેનો શ્રેય વીરદાદા જસરાજ સેનાની સમગ્ર ટીમને જાય છે જે ખરેખર સન્માનના અધિકારી છે ત્યારે તમામ ટીમ વતી સંસ્થાનાં પ્રમુખ હિતેશભાઈ સરૈયા તેમજ ઉપપ્રમુખ જસાભાઈ સરૈયાનું સન્માન રઘુવંશી સમાજના વિવિઘ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતુ જેમાં અષ્ટકાંતભાઈ સૂચક-લોહાણા મહાપરિષદના કારોબારી સભ્ય અને પ્રમુખ લોહાણા વિદ્યાર્થી ભવન સા.કુંડલા ,શ્યામભાઈ રૂપારેલ -ઉપપ્રમુખ,અમરેલી પીપલ્સ. ક્રેડિટ.કો.ઓ.સો.લી.સાવરકુંડલા, દીપકભાઈ પાંધી – અગ્રણી પત્રકાર, હર્ષભાઈ રૂપારેલ અગ્રણી ઓઈલ મિલર, સાગરભાઈ ઓધિયા – શેર બ્રોકર આનંદરાઠી, પાર્થ નગદિયા – જલારામ કાંટા, મયૂરભાઈ પોપટ, આનંદભાઈ વણઝારા, હાર્દિકભાઈ ખીમાણી દ્વારા શ્રી વીરદાદા જસરાજ સેનાની સમગ્ર ટીમના પ્રતિનિધિ તરીકે હિતેશભાઈ સરૈયા તેમજ  જસાભાઈ સરૈયાનું શાલ અને પુષ્પગુચ્છથી નવરાત્રી મહોત્સવના અંતિમ દિવસે રઘુવંશી સમાજના આગેવાનો અને જ્ઞાતિજનોની વિશાળ ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવેલ અને સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સફળતાપૂર્વક આયોજન કરવા બદલ ઠેર ઠેરથી  અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. .આ સિવાય પણ શ્રી વીરદાદા જસરાજ માત્ર જ્ઞાતિ પૂરતી સિમિત નહીં રહેતાં સર્વજ્ઞાતિઓ માટે પણ ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે જેની સાવરકુંડલાના શહેરીજનો સંન્માનપૂર્વક નોંધ લે છે.

બિપીન પાંધી