છોટા ઉદેપુર ખાતે આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ગઈકાલે આખો દિવસ વરસાદે વિરામ લીધા બાદ આજે ધીમીધારે વરસાદ ચાલુ થઈ ગયો છે.

હાલમાં છોટા ઉદેપુર જિલ્લામાં ચોમાસુ ધીમીગતિએ આગળ વધી રહ્યું છે અને લગભગ દરરોજ વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે એક દિવસ વરસાદે વિરામ લીધા બાદ આજે વહેલી સવારથી જ ધીમીધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. લગભગ 15 મિનિટથી ધીમીધારે વરસાદ ચાલુ છે. જેને લઇને જન જીવન ઉપર અસર વર્તાય તેવું હાલ લાગી રહ્યું છે.

વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે ધીમીધારે વરસાદ વરસતા વરસાદના પાણી જમીનમાં ઉતરી રહ્યા છે અને જમીનમાં પાણીના સ્તર ઊંચા આવે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે.