Gujarat

ગુજરાતમાં ભરઉનાળામાં વરસાદી માહોલ જામ્યો

ગુજરાતમાં હાલ ભરઉનાળામાં વરસાદી માહોલ જામ્યો છે. કાળઝાળ ગરમી ની વચ્ચે રાજ્યના અનેક જીલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે, ગુજરાતમાં આગામી ૩ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા આજે સપ્તાહની શરૂઆતમાં જ ૨૬ જેટલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છેપત્યારે વલસાડ,ભાવનગર,સાબરકાંઠા અને અંબાજીના વાતવરણમાં પલટો આવ્યો હતો.જેમાં બંને જીલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો..જો કે અસહ્ય ગરમીમાં વરસાદ પડતા લોકો રહાત મળી હતી.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ થઈ ગયું હતું અને ત્યાર બાદ અચાનક તોફાની પવન સાથે ઝરમર વરસાદ થયો હતો અને આકાશમાં વીજળીના ચમકારા પણ જોવા મળ્યા હતા.

Storm with Strong wind and heavy rain in the City

અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ સાંજના સમયે પલટો જોવા મળ્યો હતો અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી છે. શહેરના ગોતા, એસ.જી.હાઈવે, વૈષ્ણોદેવી, જગતપુર, પાલડી, મણિનગર અને વટવા જેવા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે અને ત્યારબાદ , તો શાહીબાગ, રિવરફ્રન્ટ અને સરદારનગર સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પણ વરસ્યો હતો.

વલસાડના કપરાડા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્‌યો છે. હુડા, ગિરનારા સહિતના ગામોમાં વરસાદ પડ્‌યો છે. કરા સાથે વરસાદથી કેરીના પાકને નુકસાનની શક્યતા છે. ગિરનારા ગામમાં આવેલી આશ્રમશાળાનાં પતરા ઉડ્‌યા હતા. વેદાંત આશ્રમ શાળાનાં પતરાનો શેડ ઉડ્‌યો છે. ૧૫ જેટલા વૃક્ષો પણ ધરાશાયી અને વીજ પોલને પણ નુકસાનના સમાચાર છે.

ભાવનગર વલ્લભીપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતિંત થયા હતા.ટાણા, જાંબાળા, બોરડી,કાજાવદર, ખરી સહિતના ગામમાં વરસાદ પડ્‌યો છે. વરસાદી ઝાપટું પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઝાપટું પડ્‌યા બાદ ફરીથી ગરમી યથાવત જોવા મળી રહી છે.

સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં સવારથી બફારા બાદ ધીમીધારે વરસાદ શરુ થયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે લોકોને ગરમીમાં રાહત મળી છે. વિજયનગરના ભાખર, જોરાવનગર , ટોલડુંગર,મોધ્રીરી, અધોખા,લાદીવાડા,જેવા ગામોમાં વરસાદથી રસ્તાઓ નીચાણવાળા વિસ્તારોમ ઉપર પાણી ભરાયા છે.

રાજ્યમાં પાંચ મહિનામાં ચોથી વખત માવઠાનું સંકટ ઘેરાયું છે. ત્યારે હવામાન વિભાગે આજથી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તો કાલે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે.