Gujarat

રાજકોટ સોમનાથ ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ

ગોંડલ  રેલવે તંત્ર દ્વારા રાજકોટ સોમનાથ રૂટ પર ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી શરૂ કરીને સમયસર પૂર્ણ પણ કરી દેવામાં આવી હતી, પરંતુ કોઇ પણ કારણોસર ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડાવવામાં આવતી ન હતી. જો કે રવિવારે સાંજે રાજકોટથી સોમનાથ જતી લોકલ ટ્રેન ઇલેક્ટ્રિક એન્જિન સાથે દોડાવવામાં આવતા મુસાફરીમાં હરખની હેલી પ્રસરી જવા પામી હતી.