રાજકોટ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો થયો છે, જેમાં ભ્રષ્ટ્ર ટીપીઓ અધિકારી સાગઠિયાની કાળી કમાણીમાંથી ઉભી કરેલી વધુ એક મિલકતનો ખુલાસો થયો છે. જેમાં રાજકોટનાં ૧૩૦ ફૂટ રિંગ રોડ પરનાં ટિ્વન્સ સ્ટારમાં સાગઠીયાની ઓફીસ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
સાગઠિયાએ ભાઈના નામે ઓફીસ ખરીદી પાવર ઓફ એટર્ની પોતાના નામે કરી હતી ત્યારે સવાલ એ છે કે મહાનગરપાલિકાની નોટીસ છતાં ઓફીસ ખોલી નાંખવામાં આવતા સવાલ ઉઠ્યા છે.
ઓફીસનો દસ્તાવેજ ૫૪ લાખ રૂપિયાનો હોવાની વિગત પણ સામે આવી છે. આરોપી મનસુખ સાગઠીયા સબંધીઓના નામે મિલકત ખરીદતો હતો. તેમજ અન્યના નામે મિલકત ખરીદી પાવર ઓફ એટર્ની પોતાના નામે કરાવતો હતો.

