છોટાઉદેપુર નગરના જુદા જુદા વિસ્તારમાં આઠ જેટલી જગ્યાઓ ઉપર નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ગત રોજ ત્રીજા નોરતે લાયબ્રેરી રોડ ખાતે યોજાયેલ ગરબામાં ભારે રમઝટ જામી હતી. નવ દિવસ ના આદ્યશક્તિ ની આરાધનાના મહાપર્વ નવરાત્રિમાં યુવક યુવતીઓ, મહિલાઓ અને બાળકો પણ ગરબે ઘૂમ્યા હતા. નિષ્ણાતો ના મત અનુસાર વરસાદની આગાહી હોય પરતું વરસાદે વિરામ લીધો છે જેથી યુવાનોમાં ભારે આનંદ ફેલાયો છે અને ગરબાના મેદાનોમાં માં અંબાની આરતી કરી યુવાધન ઝૂમી ઉઠ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છેકે છોટા ઉદેપુર નગર માં કાલિકા માતાનાચોક , લાયબ્રેરી રોડ, નિર્મળ સોસાયટી, રાજપૂત ફળિયા, ખનિજ કમ્પાઉન્ડ, શ્રીજી સોસાયટી અને ગુરુકૃપા સોસાયટી જેવા વિસ્તારોમાં નવરાત્રી નિમિત્તે રાત્રી ગરબાનું ભવ્ય આયોજન કરેલું હોય જેમાં મોટા પ્રમાણમાં ભીડ ઉમટી રહી છે જ્યારે ખેલૈયાઓ ભારે આનંદિત જોવા મળી રહ્યા છે નગરમાં વિવિધ વિસ્તારોમાં રાત્રી ગરબા નિમિત્તે નગરના આગેવાનો દ્વારા નાના બાળકોને લહાણી આપવામાં આવતી હોય જેથી બાળકો આનંદિત જણાઈ રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

