Gujarat

ખડકવાડા ગામેથી ભારતીય બનાવટનો ઈંગ્લીસ દારૂનો જથ્થો કિંમત રૂપીયા ૬૩,૩૮૦/- નો મુદ્દામાલ પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રંગપુર પોલીસ

 આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહિ જુગારની પ્રવૃત્તી સદંતર રીતે નેસ્તા નાબુદ કરવા તેમજ દારૂબંધી નો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહિની પ્રવૃત્તી/હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃતી સદંતર રીતે નેસ્તા નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચના કરેલ જે અન્વયે  ડી.કે.રાઠોડ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.આર.ડામોર પો.સ.ઈ રંગપુર પોલીસ સ્ટેશન નાઓ સ્ટાફના પોલીસ માણસો સાથે પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે  ખડકવાડા ગામે મંદીર ફળીયામાં રહેતા ગોટુ ઉર્ફે મુકેશભાઇ લાઘુભાઇ રાઠવા રહે.ખડકવાડા મંદિર ફળીયા તા.જી. છોટાઉદેપુર નાઓના ઘરેથી ભારતીય બનાવટ નો ઇગ્લીશ દારૂ ૭૫૦ મીલીના બોટલ તથા પ્લાના ટીન બીયર સાથે મળી કુલ નંગ-૩૦૦ જેની કુલ કિંમત રૂ.૬૩,૩૮૦/-નો પ્રોહિ મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.