આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહિ જુગારની પ્રવ્રુતી સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદાર નાઓને જરૂરી સુચના કરેલ જે અંન્વયે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એમ.એફ.ડામોર પો.ઈન્સ રંગપુર પોલીસ સ્ટેશન નાઓ સ્ટાફના પોલીસ માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મોજે કાકડપા ગામની સીમમાં મધ્યપ્રદેશના વાવ ગામ તરફથી કેટલાક મો.સા. ચાલકો પોતાની મો.સા. ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો બાંધી આવતા હોવાની બાતમીના આધારે પ્રોહી નાકાબંધી કરી મો.સા.ઓને કોર્ડન કરી રોકવા જતા મો.સા. ચાલકો દુરથી પોલીસને જોઇને પોતાના કબજાની મો.સા.ઓ પ્રોહી મુદામાલ સાથે સ્થળ ઉપર નાખી અંધારાનો લાભ લઇ જંગલમાં ભાગી જતા મળી આવેલ કુલ મો.સા. નંગ.૦૭ પરથી ભારતીય બનાવટના વિદેશી નાની-મોટી બોટલ તથા બીયર ટીન સાથે મળી *કુલ નંગ-૩૨૦૪ ની કિમત રૂ.૪,૪૨,૩૮૦/-તથા પ્રોહી મુદામાલની હેરાફેરીમાં વાપરેલ કુલ મો.સા. નંગ.૦૭ ની કિં.રૂ.૨,૨૦,૦૦૦/- ની સાથે મળી કુલ કિંમત રૂપીયા ૬,૬૨,૩૮૦ /-* નો મુદ્દામાલ તથા મો.સા. પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

