વાગડ વિસ્તારના રાપર તાલુકાથી પસાર થતી કચ્છની નર્મદા કેનાલમાં બે મહિના માટે રિપેરીંગના કામ માટે પાણી બંધ થતાં જેના પગલે પાણીની સમસ્યા સર્જાઈ છે. એટલે આગામી દિવસોમાં સામખીયાળી ખાતેના સમ્પથી રાપર તાલુકાના ૯૭ ગામ અને ૨૨૭ વાંઢ વિસ્તારમાં અને રાપર શહેરને પાણી દર ત્રણ દિવસે પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં આવશે.
રાપર શહેરને હાલ આઠ એમએલડી પાણીની જરૂરિયાત છે તેની સામે પાણી પુરવઠા બોર્ડ દ્વારા દર બીજા દિવસે પાંચ એમએલડી પાણી આપવા ની હૈયાધારણા આપી છે પરંતુ ગત વર્ષેે પણ પાંચ એમએલડી ની જગ્યાએ ત્રણ સાડા ત્રણ એમએલડી પાણી આપવા મા આવ્યું હતું જના લીધે રાપર શહેર મા દર ત્રણ ચાર દિવસે પાણી મળતુ હતું એવી જ પરિસ્થિતિ આ વર્ષે પણ ઉભી થાય તેમ છે.
જો પાંચ એમએલડી પાણી આપવામાં આવે તો પણ દર ત્રણ ચાર દિવસે પાણી વિતરણ રાપર શહેરમાં થાય સાત વોર્ડ ધરાવતા રાપર શહેરની ચાવીસ હજારની વસ્તી ને ફરી થી પાણી સમસ્યાનો સામનો કરવો પડે તેમ છે તો રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તો અઠવાડિયે પાણી મળે તો લોકો માટે સારુ કહેવાય.