Gujarat

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, સંખેડા, જેતપુરપાવી, કવાંટ અને નસવાડી તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪નો શુભારંભ

રાજયના ખેડુતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષયે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ યોજનાઓ અંગે માહિતગાર થાય તેવા હેતુ સાથે બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, સંખેડા, જેતપુરપાવી, કવાંટ અને નસવાડી તાલુકાઓમાં ખુલ્લો મુકાયો હતો.
જેમાં બોડેલી તાલુકામાં APMC બોડેલીમાં જિ. પંચાયત પ્રમુખ મલકાબેન બી પટેલ, સંખેડા તાલુકામાં ડી.બી પારેખ હાઈસ્કૂલમાં ધારાસભ્ય અભેસિંહ તડવી, જેતપુર પાવી તાલુકામાં પંચાયત કચેરી કપાઉન્ડમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, કવાંટ તાલુકામાં APMC કવાંટમાં જિ.પંચાયત ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, નસવાડી તાલુકામાં APMC નસવાડીમાં તા.પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ દ્વારા રવિ કૃષિ મહોત્સવ – ૨૦૨૪ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગ દર્શન, પ્રાકૃતિક કૃષિ તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે વિવિધ સ્ટોલોમાં બેન્કિંગ, રસાયણ વિનાની દવાઓ, પશુપાલન વિભાગ, પ્રાકૃતિક કૃષિની ઉપયોગિતાનું પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ખેડૂતોને ખેતીવાડીના વિવિધ યોજનાઓના સહાયના મંજૂરીપત્રોનું વિતરણ કરાયું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર