Gujarat

અમદાવાદ સહિત દેશના ૧૨ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મળ્યા ઈમેલ

દેશની રાજધાની દિલ્હીમાં હોસ્પિટલ બાદ હવે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ ધમકીભર્યો ઈમેલ આવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. એરપોર્ટ પર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. એક જ મેઈલ આઈડી પરથી હોસ્પિટલ અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમેલ મોકલવામાં આવ્યો છે.

આ ઈમેલ બપોરે ૩ વાગ્યાની આસપાસ મોકલવામાં આવ્યો હતો. જો કે પોલીસ તપાસમાં હજુ સુધી એરપોર્ટ પરથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી.

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. લખનૌની શાળાઓ બાદ હવે એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. એક શંકાસ્પદ વ્યક્તિ તરફથી મેલ દ્વારા ધમકીઓ મોકલવામાં આવી છે.

માહિતી મળતાની સાથે જ સીઆઈએસએફ ની ટીમ અને બીડીડીએસ ની ટીમે લખનૌ એરપોર્ટ પર ચેકિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ ડિટેક્શન સ્કવોડ, સીઆઈએસએફના જવાનો અને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર એરપોર્ટ પર ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને આ ચેકિંગમાં હજુ સુધી એરપોર્ટ પરથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી

અમદાવાદમાં સ્કૂલ બાદ એરપોર્ટને બોમ્બ ઉડાવી દેવાની ધમકીનો ઈમેલ મળ્યો હતો, કોઈ અજાણ્યા ઇ-મેલ આઇડી પરથી મળી એરપોર્ટ ઉડાવી દેવાની ધમકી મળી હતી. બપોરના સમયે અજાણ્યો ઈ-મેલ આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને એરલાઇન સ્ટાફને કડક સુચના આપવામાં આવી છે. તમામ મુસાફરોનું સઘન ચેકિંગ થઇ રહ્યું છે. જો કે આ બાબતે સમગ્ર તપાસમાં હજુ સુધી એરપોર્ટ પરથી કંઈ શંકાસ્પદ મળી આવ્યું નથી.