Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં વરસાદના પગલે તૂટેલા રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું

 છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓનું ધોવાણ થયું છે. વરસાદી પાણીથી રસ્તા ઉપર થયેલા ધોવાણને લીધે પ્રજાજનોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બિસ્માર રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા તણખલા રોડ, છોટાઉદેપુર-ઝોઝ-કેવડી રોડ, નસવાડી-તણખલા-દિઘધા રોડ અને તણખલા-ગોતાવાંટ-દિઘધા રોડનું મેટલ પેચવર્ક અને બીટયૂમીન પેચવર્ક કરવામાં આવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર