Gujarat

ભારે વરસાદને લીધે શહેર, ગામ અને સ્ટેટ હાઇવેના રોડ ધોવાતા યુદ્ધના ધોરણે રીપેરીંગ

રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓનું સમારકામ આજે સતત બીજા દિવસે શરૂ કરાયું હતું. જેમાં આજે રાજકોટ શહેરના આજીડેમ ચોકડી સહિતનાં વિસ્તારો ઉપરાંત ભાવનગર-રાજકોટ હાઇવે પર આટકોટ, બલધોઈ, દડવા સહિતના રસ્તાઓ પર દિવસ પર રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત જસદણ તાલુકાના સરધાર ગામમાં મુખ્ય રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામા માર્ગ અને મકાન વિભાગ પંચાયત, જિલ્લામા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા મહાનગરપાલિકા દ્વારા રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યુ છે.

ત્યારે આજે આજીડેમ ચોકડી, ઢેબર રોડ, વોર્ડ નં 5, સોરઠીયાવાડી સર્કલ, જુના મોરબી રોડ સહિત વિસ્તારોના રસ્તાઓનું સમારકામ કરાતા વાહન ચાલકોને વાહન ચલાવવામાં સરળતા જોવા મળી રહી હતી.

ગ્રામિણ વિસ્તારો હોય કે શહેરી માર્ગો હોય, ભારે વરસાદ બાદ રસ્તાઓના ધોવાણથી કે ક્ષતિ થવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી ન પડે તે માટે તૂટેલા રસ્તાઓનુ સમારકામ કરાયું હતું.