Gujarat

ગાઝા યુદ્ધ દરમિયાન તુર્કીએ ઇઝરાયેલને શસ્ત્રો વેચ્યા હતા : રીપોર્ટ

#ErdoganArmsIsrael છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા સાઇટ ઠ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. પેલેસ્ટાઈન અને મુસ્લિમ વિશ્વના મસીહા ગણાતા તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆન પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. તુર્કીના એક ટ્રેડ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તુર્કીએ યુદ્ધ દરમિયાન ઈઝરાયેલને શસ્ત્રો વેચ્યા હતા. મીડિયા આઉટલેટ ‘ધ ક્રેડલ’એ ‘ટ્રેન્ડિંગ ઇકોનોમિક્સ’ના અહેવાલને ટાંકીને લખ્યું છે કે જાન્યુઆરીમાં દેશે ઇઝરાયેલને કિંમતી ધાતુઓ, રસાયણો, જંતુનાશકો, પરમાણુ રિએક્ટરના ભાગો, ગનપાઉડર, વિસ્ફોટકો, વિમાનના ભાગો, શસ્ત્રો અને દારૂગોળો સહિતની નિકાસ કરવાની મંજૂરી આપી હતી.

આશરે ૩૧૯ મિલિયન ડોલરની કિંમતનો માલ. ‘કરાર ડેઈલી’ના જણાવ્યા અનુસાર, આ વેપાર તુર્કીના ઈન્ડિપેન્ડન્ટ ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ એન્ડ બિઝનેસમેન એસોસિએશન (સ્ેંજીૈંછડ્ઢ) સાથે સંકળાયેલી કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો છે, જે દેશમાં રાષ્ટ્રપતિ એર્દોઆનને સમર્થન આપવા માટે જાણીતી છે. આ અહેવાલ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તુર્કીના રાષ્ટ્રપતિ વિરુદ્ધ હોબાળો થયો હતો. પેલેસ્ટાઈન સમર્થકોએ ઈઝરાયેલ સાથેના શસ્ત્રોના વેપારને પેલેસ્ટાઈનની પીઠમાં છૂરો મારવા સમાન ગણાવ્યો છે.

સોશિયલ મીડિયા પર લોકોએ તુર્કી અને એર્દોગાન વિરુદ્ધ ગુસ્સો વ્યક્ત કર્યો છે. મામલો વેગ પકડ્યા બાદ તુર્કીએ સ્પષ્ટતા આપવી પડી હતી. તુર્કીના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું, “તુર્કી હંમેશા પેલેસ્ટાઈનનું સમર્થક રહ્યું છે. “એવું ક્યારેય ન થઈ શકે કે તુર્કી એવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ હોય જેનો ઉપયોગ પેલેસ્ટાઈન વિરુદ્ધ થઈ શકે.” નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સંરક્ષણ મંત્રાલયે ઈઝરાયેલ સાથે સૈન્ય તાલીમ અને સંરક્ષણ ઉદ્યોગ સંબંધિત કોઈ સોદો કર્યો નથી.

“કથિત નિકાસ અહેવાલના પ્રકરણ ૯૩ માં ઉત્પાદનો લડાઇ શસ્ત્રો અને દારૂગોળો નથી, પરંતુ બિનગ્રુવ્ડ રાઇફલના સ્પેરપાર્ટ્‌સ, એસેસરીઝ અને માછીમારીના ઉત્પાદનોનો ઉપયોગ રમતગમત અને શિકાર જેવા વ્યક્તિગત હેતુઓ માટે થાય છે,” ્‌ઝ્રડ્ઢઝ્રઝ્રઝ્રડ્ઢ એ ટિ્‌વટર પર લખ્યું. તુર્કીના મુખ્ય સ્વતંત્ર ફેક્ટ-ચેકિંગ આઉટલેટ્‌સમાંના એક, ્‌ટ્ઠઐં ૐટ્ઠાૌહઙ્ઘટ્ઠ ખાતે ફેક્ટ ચેકર, ર્ંઓદ્બ ૐેદ્બટ્ઠ દ્ભીજૌહ, જણાવ્યું હતું કે નિકાસ ડેટા રિપોર્ટ ખોટા હોવાના દાવા ખોટા છે. તેમણે કહ્યું, “જ્યારે અમે આ રિપોર્ટની તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે ૨૦૨૪ના પહેલા ત્રણ મહિનામાં ઈઝરાયેલમાં ગનપાઉડર અને વિસ્ફોટકોની નિકાસ કરવામાં આવી છે.