છેલ્લા ત્રણ દિવસમાં વન વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તા ોમાંથી ચાર નીલ ગાયોના રેસ્ક્યુ કરી અને જંગલ વિસ્તારમાં મુક્ત કરેલ જેમાં આર્મી એરીયા માંથી નીલગાયને માથાના ભાગે ફેન્સીંગ વાયર ફસાયેલ હાલતમાં જોવા મળતા આર્મી હેડ ક્વાટર દ્વારા વન વિભાગ કંટ્રોલ રૂમને જાણ કરાતા તેમનું પણ રેસ્ક્યુ કરી ફસાયેલ તાર ફેન્સીંગ કાઢી જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટ આપી મુક્ત કરવામાં આવ્યું હતું
તો જીજી હોસ્પિટલ પાસે પણ નીલગાય જોવા મળતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા વન વિભાગ કંટ્રોલ રૂમને જાણ કરાતા તેમનું પણ રેસ્ક્યુ કરી અને જંગલ વિસ્તારમાં મુક્ત કરેલ છે આમ છેલ્લા ત્રણ દિવસમાં વન વિભાગ કંટ્રોલરૂમ દ્વારા ચાર નીલગાય એક શિયાળ તેમજ 11 સાપોના રેસક્યુ કરેલ છે.
જામનગરના નવા નાગના પાસેના રેલ્વે ક્રોસિંગ પરના રેલ્વે કર્મચારી દ્વારા વન વિભાગ જામનગર કંટ્રોલ રૂમને જાણ કરાતા સવારે ટ્રેન અકસ્માતમાં વન્યજીવ શિયાળ ઇજાગ્રસ્ત થતા જાણ કરાતા વન વિભાગ રેસ્ક્યુ ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી રેલવે કર્મચારીના બતાવ્યા મુજબ રેલવે ટ્રેક પરથી ટ્રેન અકસ્માતમાં વન્યજીવ શિયાળ ઇજાગ્રસ્ત હાલતમા જોવા મળતા તેને જામનગર વન વિભાગના ઠેબા ખાતે આવેલા અર્બન વર્લ્ડ લાઈફ ઇન્ફર્મરી એન્ડ પ્રાઇમરી ટ્રીટમેન્ટ સેલ ખાતે સારવાર માટે લઈ ગયેલ બાદ શિયાળની સારવાર કરેલ સારવાર બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે.

