વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપતાં ૧૧ સંકલ્પ રજૂ કર્યા. ઁસ્ એ કહ્યું કે જાે આપણે બધા આ સંકલ્પ સાથે મળીને આગળ વધીશું તો બંધારણની જે ખરેખર ભાવના છે તે વિકસિત ભારતનું સપનું પણ સાકાર થશે, મને મારા દેશવાસીઓ માટે અપાર વિશ્વાસ છે, મને દેશની યુવા શક્તિમાં અપાર શ્રધ્ધા છે. જ્યારે દેશ ૨૦૪૭માં આઝાદીના ૧૦૦ વર્ષની ઉજવણી કરશે, ત્યારે તે વિકસિત ભારત તરીકે ઉજવશે. આપણે આ સંકલ્પ સાથે આગળ વધીએ. આ પહેલા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ૨૦૧૪માં એનડીએને સરકાર બનાવવાની તક મળી ત્યારે લોકશાહી અને બંધારણને મજબૂતી મળી. ગરીબોને તેમની મુશ્કેલીઓમાંથી મુક્ત કરવાનું અમારું મોટું મિશન અને સંકલ્પ છે.
અમને ગર્વ છે કે આજે ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ માટે સત્તા સુખ અને સત્તા ભૂખ એ જ એક માત્ર ઈતિહાસ છે અને વર્તમાન છે. અમે પણ બંધારણીય સુધારા કર્યા છે, પરંતુ દેશની એકતા માટે, દેશની અખંડિતતા માટે, દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે અને બંધારણની ભાવના પ્રત્યે સંપૂર્ણ સમર્પણ સાથે કર્યા છે.
તમામ નાગરિકો અને સરકાર પોતપોતાના કર્તવ્યો અને ફરજાેનું ઈમાનદારીથી પાલન કરે. – દરેક ક્ષેત્ર અને સમાજને વિકાસનો સમાન લાભ મળે, ‘સબકા સાથ, સબકા વિકાસ’ની ભાવના જળવાઈ રહેવી જાેઈએ.- ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવી જાેઈએ અને ભ્રષ્ટાચારીઓની સામાજિક સ્વીકૃતિ સમાપ્ત થવી જાેઈએ.- દેશના કાયદા અને પરંપરાઓનું પાલન કરવામાં ગૌરવની ભાવના જાગૃત થવી જાેઈએ.
-આપણે ગુલામીની માનસિકતામાંથી મુક્ત થઈને દેશના સાંસ્કૃતિક વારસા પર ગર્વ લેવો જાેઈએ.- રાજકારણને પરિવારવાદથી મુક્ત કરીને લોકશાહીને મજબૂત કરવી જાેઈએ. -બંધારણનું સન્માન કરવું જાેઈએ અને તેને રાજકીય લાભ માટે હથિયાર બનાવવું જાેઈએ નહીં.- બંધારણ હેઠળ જે વર્ગોને અનામત મળી રહી છે તે ચાલુ રહેવી જાેઈએ, પરંતુ ધર્મના આધારે અનામત ન આપવી જાેઈએ.- મહિલાઓના નેતૃત્વમાં વિકાસને પ્રાથમિકતા આપવી જાેઈએ. -રાજ્યના વિકાસ દ્વારા રાષ્ટ્રનો વિકાસ સુનિશ્ચિત થવો જાેઈએ. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નું લક્ષ્ય સર્વોપરી રાખવું જાેઈએ.
અનામતનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ લોકસભામાં કહ્યું કે નેહરુજીથી લઈને રાજીવ ગાંધી સુધીના કોંગ્રેસના વડાપ્રધાનોએ અનામતનો વિરોધ કર્યો હતો. ઈતિહાસ કહે છે કે નેહરુજીએ ખુદ મુખ્યમંત્રીઓને અનામત વિરુદ્ધ લાંબા પત્રો લખ્યા છે. એટલું જ નહીં, આ લોકોએ ગૃહમાં અનામત વિરુદ્ધ લાંબા ભાષણો આપ્યા છે.
બાબા સાહેબ આંબેડકર ભારતમાં સમાનતા અને સંતુલિત વિકાસ માટે અનામત લાવ્યા હતા, પરંતુ તેઓએ (કોંગ્રેસ) તેમની સામે ઝંડો ઉઠાવ્યો હતો. મંડલ કમિશનનો રિપોર્ટ દાયકાઓ સુધી એક ખૂણામાં ધૂળ ખાતો રહ્યો. જ્યારે દેશે કોંગ્રેસને હટાવી, જ્યારે કોંગ્રેસ ગઈ ત્યારે ઓબીસીને અનામત મળી, આ કોંગ્રેસનું પાપ છે.