શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હેઠળ આવેલા રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, બાયોડાયવર્સીટી પાર્ક, બી.જે. પાર્ક, ઉસ્માનપુરા પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, સુભાષબ્રીજ પાર્ક અને અટલ બ્રિજ સાંજે 4 વાગ્યા સુધી બંધ રહેશે.
ડેમુ સ્પેશિયલ ટ્રેનમાં 4 વધારાના કોચ ઉમેરીયા
પશ્ચિમ રેલવેએ હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને સાબરમતી-મહેસાણા-આબુ રોડ ડેમુ સ્પેશિયલ ટ્રેનમાં 4 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે.
તદનુસાર, ટ્રેન નંબર 09431/09432 સાબરમતી-મહેસાણા-સાબરમતી ડેમુ સ્પેશિયલ અને ટ્રેન નંબર 09437/09438 મહેસાણા-આબુ રોડ-મહેસાણા ડેમુ સ્પેશિયલ ટ્રેનમાં 4 વધારાના કોચ ઉમેરવામાં આવ્યા છે.
ટ્રેનોના પરિચાલન સમય, રોકાણ અને સંરચનાને લગતી વિસ્તૃત માહિતી માટે યાત્રી www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકાશે.

