Gujarat

આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા દિલ્હી એઈમ્સ ખાતે દાખલ કરવામાં આવ્યા

મોડી રાત્રે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી હતી જે બાદ તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં લાલુ યાદવ (ન્ટ્ઠઙ્મે રૂટ્ઠઙ્ઘટ્ઠદૃ) દિલ્હી છૈંૈંસ્જી માં ડોક્ટરની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે. લાલુ અને તેમના પરિવારના સભ્યો હોસ્પિટલમાં હાજર છે. મળતી માહિતી મુજબ લાલુ સોમવારે જ પટનાથી દિલ્હી આવ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે લાલુ પ્રસાદ યાદવનું બીપી લેવલ વધી ગયું છે. હાલમાં દિલ્હી છૈંૈંસ્જી ના વરિષ્ઠ ડૉક્ટર રાકેશ યાદવે કહ્યું છે કે લાલુ પ્રસાદ યાદવની હાલત સ્થિર છે અને તેઓ ઠીક છે.

અગાઉ લાલુ યાદવનું વર્ષ ૨૦૨૨ માં મોટું ઓપરેશન થયું હતું અને તેમની કિડની સિંગાપોરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. લાલુ યાદવ (ન્ટ્ઠઙ્મે રૂટ્ઠઙ્ઘટ્ઠદૃ) લાંબા સમયથી અનેક બીમારીઓથી પીડિત છે. તેઓ લાંબા સમયથી ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી પીડિત હતા. વર્ષ ૨૦૨૨ માં લાલુ યાદવ (ન્ટ્ઠઙ્મે રૂટ્ઠઙ્ઘટ્ઠદૃ)ને સિંગાપોરના ડોક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી.

જે બાદ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી અને ત્યારથી તેમની તબિયતમાં સુધારો થયો હતો. સ્વસ્થ થયા બાદ લાલુ ફરી રાજકારણમાં સક્રિય થયા અને ચૂંટણી દરમિયાન મંચ પરથી ભાષણ પણ આપ્યું. લાલુ યાદવ (ન્ટ્ઠઙ્મે રૂટ્ઠઙ્ઘટ્ઠદૃ)ને ઘાસચારા કૌભાંડ કેસમાં સજા સંભળાવવામાં આવી હતી, ત્યારબાદ તેમને રાંચીની રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર ચાલુ હતી. જે બાદ તેમની તબિયત બગડતાં તેમને એરલિફ્‌ટ કરીને દિલ્હી એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા.