લોકસભા ચૂંટણી પહેલા એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે આ વખતે રોબર્ટ વાડ્રા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. કોંગ્રેસે રાયબરેલી અને અમેઠી બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં પણ નોંધપાત્ર વિલંબ કર્યો. રાહુલ ગાંધીને રાયબરેલી સીટ પર અને કોંગ્રેસના નજીકના કિશોરી લાલ શર્માને અમેઠી સીટ પર ટિકિટ આપવામાં આવી છે અને રોબર્ટ વાડ્રા ને આંચકો આપવામાં આવ્યો.
આ દરમિયાન રોબર્ટ વાડ્રાએ સોસિયલ મીડિયા માં ફેસબુક પર એક ઈમોશનલ પોસ્ટ કરી છે. અમેઠીના ર્નિણયે રાજકીય વિશ્લેષકોને પણ અચંબામાં મૂકી દીધા છે. ફેસબુક પર એક પોસ્ટમાં રોબર્ટ વાડ્રાએ લખ્યું કે, ‘અમારા પરિવાર વચ્ચે કોઈ રાજકીય સત્તા કે પદ આવી શકે નહીં. આપણે બધા આપણા મહાન રાષ્ટ્રના લોકો અને લોકોના ભલા માટે હંમેશા કામ કરીશું, કરીશું અને કરતા રહીશું.
તમારા સમર્થન અને શુભેચ્છાઓ માટે દરેકનો આભાર. હું હંમેશા મારી જાહેર સેવા દ્વારા શક્ય તેટલા લોકોને મદદ કરીશ. રોબર્ટ વાડ્રાએ ઘણી વખત અમેઠીથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમેઠીથી ઉમેદવારની જાહેરાત બાદ રોબર્ટ વાડ્રાની આ પ્રથમ પ્રતિક્રિયા છે.

