Gujarat

રોટરી કલબ ઓફ સુરત દ્વારા ભાંડુંત ગામનાં વતની ડો. ધર્મેન્દ્ર પટેલને નેશન બિલ્ડર એવોર્ડ એનાયત

શિક્ષક તરીકે સમાજ નિર્માણમાં અમૂલ્ય યોગદાન સંદર્ભે ભાંડુત ગામનાં વતની એવાં જિલ્લા પંચાયત હસ્તકની કોબા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં ડો. ધર્મેન્દ્ર પટેલને રોટરી કલબ ઓફ સુરત દ્વારા નેશન બિલ્ડર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
તેમની આ ઉપલબ્ધિને શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ તથા મિત્રમંડળે બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતાં. આ તકે ડો. ધર્મેન્દ્ર પટેલે રોટરી કલબ ઓફ સુરતનાં નિખિલભાઈ મદ્રાસી અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.