જામનગરમાં આરટીઇના ઓનલાઇન ફોર્મ ભરવા ઝવેર ચેમ્બરમાં વિનામૂલ્યે હેલ્પ સેન્ટર શરૂ કરાયું છે. આ કેન્દ્રમાં સાંજે 4 થી 6 ફોર્મ ભરી આપવામાં આવશે. જામનગરમાં રાઇટુ એજયુકેશન એકટ હેઠળ આર્થિક રીતે નબળા પરિવારના બાળકોને ધો.1 માં ખાનગી શાળાઓમાં ધો.1 માં વિનામૂલ્યે પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થયા છે.
આરટીઇના ફોર્મ તા.26 માર્ચ સુધી ઓનલાઇન પોર્ટલ પર ભરવા માટે શહેરમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્રારા અંબર ટોકીઝ રોડ, માણેક સેન્ટરની બાજુમાં, ઝવેર ચેમ્બરમાં, પાંચમા માળે વિનામૂલ્યે હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
જેમાં સાંજે 4 થી 6 વાલીઓને આરટીઇના ફોર્મ નિ:શુલ્ક ભરી આપવામાં આવશે. તો હેલ્પ સેન્ટરનો લાભ લેવા યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્રારા અનુરોધ કરાયો છે.

