– GPCB ભરૂચ ડિવિ. ના આર.ઓ. કિશોરસિંહ વાઘમસિંહને જાગૃતિ નાગરીક દ્રારા જાણ થતા દોડી આવ્યા
– કેમિકલયુક્ત પાણી જમીનમાં ઉતરતાં ભૂગર્ભજળ દૂષિત થાય છે, જળાશયોમાં જાય તો જળચરોના મૃત્યુ પણ થાય છે.
– જ્યાં કેન્દ્રીય મંત્રી (જળ શક્તિ)ના સી.આર. પાટીલનો ફોટો હતો તે દિવાલ ની નિચે જ બાકોરૂં પાડી કેમિકલ્સ યુકત પાણી બહાર ઠાલવી રહ્યા હતા
તાજેતરમાં સાયખા જીઆઇડીસીની સંજોપીન ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પર્યાવરણ કાયદાના નિયમોની ઐસી-તૈસી કરીને કેમીકલયુક્ત પાણી જાહેરમાં ઠાલવી દેવાની ઘટના બનતા ભરૂચ જિલ્લા મા ચકચાર મચી જવા પામી છે.

અહેવાલ મુજબ, સાયખા જીઆઈડીસી સ્થિત સંજોપીન ઈન્ડસ્ટ્રીઝ દ્વારા શુક્રવારના રોજ દિવાલમાં બાકોરૂં પાડીને માનવ, પશુ, જળચર તથા પર્યાવરણ માટે હાનિકારક એવા કેમિકલયુક્ત પાણીના મોટા જથ્થાને જાહેરમાં ઠાલવી દઈ પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. ધોળાદિવસે ટ્રીટમેન્ટ વગરનું કેમિકલ રસાયણ યુક્ત પાણી બહાર ઉલેચી નાંખતા જમીનમાં જહરીલા પદાર્થો ફેલાઈ ગયા છે. જે લોકોના તથા પશુ, પક્ષીઓના આરોગ્ય માટે ભારે જોખમ બની શકે છે.
આ અંગે જાગૃત નાગરિક દ્રારા જી.પી.સી.બી.ને જાણ કરતા GPCB ભરૂચ ડિવિ. ના આર.ઓ. કિશોરસિંહ વાઘમસિંહ એ તાત્કાલિક ઘટનાસ્થળે તેમની ટીમ મોક્લી તાત્કાલીક ધોરણે નમૂનાઓ લઈ તાત્કાલિક કાર્યવાહી આરંભી દીધી હતી. તેમણે જવાબદારો સામે પગલાં લેવામાં આવશે કોઈપણ ચમરબંધીને નહીં છોડાય તેવું આશ્વાસન આપ્યંુ હતું.
ઉલ્લેખનીય છે કે, આ કંપનીની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે તે સમયના સાંસદ તથા બી.જે.પી. અધ્યક્ષ સી.આર.પાટિલ તે સમયે કંપનીનું ઉદ્ ઘાટન કર્યું હતું. હાલ તેઓ જ્યારે જલ શક્તિ વિભાગના કેન્દ્રીય પ્રધાન બની ગયા છે ત્યારે તેમના નામની અને તેમના કટઆઉટનો સહારો જળશક્તિ વિભાગના કેન્દ્રિય મંત્રીના ફોટાની આડમાં પ્રદુષિત જળ વાતાવરણમાં ઠાલવવાની હિન પ્રવૃત્તિ સંજોપીન ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવી હતી. આમ પ્રજાને તથા જી.પી.સી.બી. તંત્રને કેન્દ્રીય મંત્રી પણ અમારી સાથે છે તેવું બતાડી ગર્ભીત રીતે ડરાવવાની કોશીશ પણ શું કરી રહેલ છે? જેથી આ અંગે સી.આર. પાટીલ કંપની સામે કોઈ કેસ કે કાર્યવાહી કરશે,, અને તેમના કટઆઉટ નો દુરુપયોગ કરનારી સંજોપીન કંપની શું પ્રજા સેવક પાટીલ સાહેબને બદનામ કરવાનુ કામ કરી રહી છે? એવી ભરૂચ જિલ્લા ની પ્રજામાં અટકળો ચાલી રહી છે.
હાલ તો તાત્કાલિક ધોરણે જીપીસીબી દ્રારા સેમ્પલ લય નોટિસ ફટકારી કડક કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે,