જામનગરની પ્રજાના સુખ શાંતિ અને કલ્યાણ માટે તથા પ્રજાને દરેક સમયમાં મદદરૂપ બની શકાય તે માટે ઈશ્વરીય શક્તિ અને માર્ગદર્શન મેળવવા આજરોજ જામનગરના જામ સાહેબ શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજા ના નિવાસ્થાને કચ્છના મહા વિદ્વાન બ્રાહ્મણ જગદીશ મહારાજ તથા તેમના બે શિષ્યો દ્વારા સર્વ કલ્યાણ સિદ્ધિ યજ્ઞ કરવામાં આવ્યો છે.

આ યજ્ઞની પૂજા અર્ચના જામનગરના જામ સાહેબ શત્રુશલ્યાસિંહજીએ કરી હતી ત્યારબાદ યજ્ઞ પ્રારંભ કરાયો હતો. કુદરતી આપત્તિઓ તેમજ ઈર્ષા,દ્રષ, લાલચ જેવા માનવીય અનિષ્ટોના નિવારણ માટે શ્રીગણેશ સ્થાપના, પૂજા સંપૂટ સહિત ચંડીપાઠ, શ્રીવિષ્ણુ સહસ્ત્રનામ તથા રુદ્રી પાઠ સહિતની વિવિધ પૂજા કરવામાં આવી હતી.


