Gujarat

સાવરકુંડલા બ્રહ્મ સેનાનો ભવ્ય શરદોત્સવ એક અનોખો સંગમ

સાવરકુંડલા બ્રહ્મ સમાજ પરિવાર પ્રેરિત બ્રહ્મસેના આયોજિત શરદપૂર્ણિમાની ઉજવણી ભવ્ય રીતે કરી હતી. આ ઉત્સવમાં શ્રી શક્તિ નવરાત્રી મહોત્સવ અને શરદપૂર્ણિમા ઉત્સવની ઉજવણી સાથે, સાવરકુંડલા ખાતે આવેલ બ્રહ્મપુરી ઉપરનો વિભાગ નિર્માણના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, ૫ થી ૧૫   વર્ષના તમામ બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિશેષ તરીકે, ભારતના રતન રતન ટાટાને બ્રહ્મબંધુઓ રક્તદાન કરી રક્તરૂપી સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
 બ્રહ્મ સમાજના તમામ પરિવારોએ આ રાસોત્સ મોટી સંખ્યામાં આ તહેવારને વધુ ખાસ બનાવ્યો હતો. તેમજ બ્રહ્મ સેનાએ દાતાશ્રીઓ બ્રહ્મપુરીના દાતાશ્રીઓ તેમજ તમામ બાળકોઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નવરાત્રી દરમિયાન ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું.
  
આ સમગ્ર કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર શ્રી દુષ્યંતભાઈ મનોજભાઈ ત્રિવેદી (એડવોકેટ, ૐ એસ્ટેટ બ્રોકર) રહ્યા હતા. સાવરકુંડલા બ્રહ્મ સેનાના નાનાથી લઈને મોટા સુધીના સભ્યોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
સાવરકુંડલા બ્રહ્મ સેનાનો આ શરદોત્સવ માત્ર એક ઉત્સવ જ નહીં, પરંતુ સમાજ સેવા, સંસ્કૃતિ અને એકતાનો એક અનોખો સંગમ હતો. આવા કાર્યક્રમો સમાજમાં સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
બિપીન પાંધી