Gujarat

સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિરે મનોરોગી બહેનોનો ઐતિહાસિક રાસ ગરબા કાર્યક્રમ યોજાયો

 ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી. એસ.પી હીમકર સિંહ. અમરીશ ડેર લોક સાહિત્યકાર મનસુખ વસોયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ ….
હજુ થોડા સમય પહેલાં જ અહીં માનવમંદિરમાં પ્રવેશ કરનાર સુરતની અંશુ ગુપ્તાએ સમગ્ર શરદોત્સવ દરમિયાન લોકોને પોતાની કલાથી સૌને મંત્રમુગ્ધ કર્યાં.
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલ મનોરોગી બહેનોના આશ્રય સ્થાન અર્થાત્ માનવમંદિરે ગતરોજ શરદપૂર્ણિમાના પાવન અવસરે માનવમંદિરના મનોરોગી બહેનો પણ પોતાના મનોભાવો વ્યક્ત કરીને શરદપૂર્ણિમાને પૂર્ણપણે માણી શકે એ ઉદેશ સાથે સાવરકુંડલાના આ માનવ મંદિર આશ્રમે મનોરોગી દીકરીઓનો ઐતિહાસિક શરદપૂર્ણિમા રાસ ગરબા કાર્યક્રમ (શરદોત્સવ)  યોજાયો જેમાં ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં અમરેલી એસપી હિમકરસિંહ, અમરીશ ડેર, લોક સાહિત્યકાર મનસુખ વસોયા, સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલ ત્રિવેદી, અમરેલી જિલ્લા ભાજપ ડાયમંડ સેલના પ્રમુખ ઘનશ્યામ ડોબરીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શરદ પંડ્યા, લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર પ્રકાશ કટારીયા, એપીએમસી ચેરમેન દિપક માલાણી, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, માનવ મંદિરમાં જેની છેલ્લા ૧૨ વર્ષથી મનોરોગી દીકરીઓની સેવા કરવામાં આવે છે
તેવા અમરેલીના પ્રખ્યાત મનોચિકિત્સક ડોક્ટર વિવેક જોશી અને ચંદ્રેશ બાબરીયા, એ.ડી. રૂપારેલ, અમરેલીના અબ્દુલ કલામ, વિઠ્ઠલભાઈ બાંભરોલીયા અને દીલાભાઈ ભાલાળા તેમજ માનવ મંદિરના દૂર દૂરથી અનેક સેવકો ઉપસ્થિત રહ્યા હતા આ શરદ પૂર્ણિમા રાસ ગરબા મહોત્સવના પ્રત્યક્ષ સાક્ષી થવા માટે રાજકોટ જામનગર અમરેલી સાવરકુંડલા સહિતના મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મનોરોગી બહેનો સાથે રાસ ગરબા લીધા હતા. આ કાર્યક્રમની અંદર માનવ મંદિર આશ્રમને અમરેલીના રાહુલ બારોટની ઓરકેસ્ટ્રા દ્વારા વિનામૂલ્ય સહકાર સેવા પ્રદાન કરવામાં આવેલ આ  ઉપરાંત ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા ભોજન પ્રસાદ અને દૂધ પૌવાનો સેવા સહકાર પ્રદાન કરવામાં આવેલ તેમ જુદા જુદા મહાનુભાવો દ્વારા માનવ મંદિર આશ્રમને સહયોગી થઈ આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
 
મનોરોગીઓના આ શરદપૂર્ણિમા રાસ ગરબા મહોત્સવમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું અંશુ ગુપ્તા… આ અંશુ ગુપ્તાએ સુંદર મજાના રાસ ગરબા કથક નૃત્ય અને ગરબા ગાઈને ઉપસ્થિત તમામને પોતાની અસાધારણ કલા દ્વારા મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારે આ પ્રસંગે દિલીપ સંઘાણીએ મનોરોગી દીકરીઓની કરવામાં આવતી સેવા અને ભક્તિરામબાપુની ભક્તિ તેમજ માનવ મંદિરની ભારોભાર પ્રશંસા કરી હતી. તેમણે પણ આ આશ્રમની લોકોએ એક વખત અવશ્ય મુલાકાત લેવી જોઈએ તેમ જણાવ્યું હતું. લોક સાહિત્યકાર મનસુખ વસોયાએ માનવ મંદિરનો  પરિચય આપ્યો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન વિજય મહેતાએ કર્યું હતું આમ શરદપૂર્ણિમાની આ રઢિયાળી રાતે માનવમંદિર સંપૂર્ણ પણે ખીલી ઉઠ્યું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આશ્રમના સેવકગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.
બિપીન પાંધી