કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અમરેલી દ્વારા સંચાલિત સાવરકુંડલા તાલુકા કક્ષા યુવક મહોત્સવનું આયોજન તા. ૮-૯-૨૦૨૪ ના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર સાવરકુંડલા ખાતે યોજવામાં આવ્યું હતું.
જેમાં તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારના વિધાર્થીની ભાઈઓ-બહેનો એ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ નું ઉદઘાટન સાવરકુંડલા તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સાહેબે કર્યું હતું.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ પ્રવિણભાઈ સાવજ (શહેર ભાજપ પ્રમુખ),જીવનભાઈ વેકરીયા(તાલુકા ભાજપ પ્રમુખ), જીતુભાઈ કાછડીયા(સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખ), પ્રમોદ ભાઈ રંગાણી(સાવરકુંડલા તાલુકા પંચાયત શાસક પક્ષ નેતા),મેહુલભાઈ ત્રિવેદી (સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ), અનિરુદ્રસિંહ રાઠોડ(શહેર ભાજપ યુવા પ્રમુખ) તરુણાબેન દેવાણી(તાલુકા ભાજપ પ્રમુખ મહિલા મોરચા) સહિતના રાજકીય આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અને શરદભાઈ અગ્રાવત (પ્રાંત યુવા વિકાસ અધિકારી અમરેલી) આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ માં નિબંધ,ચિત્ર,લોકગીત,લોકવાર્તા,વક્તૃત્વ સહિત ની કુલ ૩૩ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ નું એન્કરિંગ મંજુલાબેન ભટ્ટ એ કર્યું હતું. આ કાર્યક્રમમાં જજ તરીકે નયનાબેન કાપડિયા, વિજયદાન ગઢવી(અમરેલી), વર્ષાબેન પટેલ, રીનાબેન નાગર, હેતાંશીબેન એ પોતાની સેવા આપી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા સાવરકુંડલા તાલુકા યુવક મંડળ વિપુલભાઈ શિંગાળા (સાવરકુંડલા તાલુકા યુવક મંડળ પ્રમુખ),અમિતભાઈ પંડ્યા (સાવરકુંડલા તાલુકા યુવક મંડળ ઉપપ્રમુખ), દેવચંદભાઈ સાવલિયા (સાવરકુંડલા તાલુકા યુવકમંડળ મંત્રી), રવિભાઈ જોષી(ખજાનચી), ભોળાભાઈ ઢોલારીયાએ પોતાની સેવા આપી હતી. કાર્યક્રમ ના અંત માં આભાર વિધિ ધર્મશંકરભાઈ ભટ્ટ (સાવરકુંડલા તાલુકા યુવક મંડળ કન્વીનર) અને વિપુલભાઈ શિંગાળા એ કરી હતી. એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું.
બિપીન પાંધી

