ગત તારીખ ૧ લી ઓક્ટોબરના રોજ ખાંભા મુકામે એસ.વી.એસ. કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો. જે અંતર્ગત ખાંભા અને સાવરકુંડલા તાલુકામાંથી કુલ ૫૦ જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો. આ કૃતિઓમાંથી સાવરકુંડલાની ઐતિહાસિક શાળા જે.વી. મોદી હાઈસ્કૂલની કૃતિ રેસ્ક્યુ રોબર્ટ કૃતિને પ્રથમ ક્રમાંક આપવામાં આવ્યો હતો.
આ કૃતિ ધોરણ ૯ ના વિદ્યાર્થી ભૂકણ હરદીપ અને ઝાંખરા તનવીર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. હાલના સમયમાં શહેરમા ગટર સફાઈમાં ઘણા મજૂરો ઝેરી વાયુને લીધે મૃત્યુ પામે છે. આ જોઈને વિદ્યાર્થીને વિચાર આવ્યો કે આપણે એવું કંઈક રેસ્ક્યુ રોબોટ બનાવી જેથી સરળતાથી ગટરની અંદર જઈને રોબર્ટ દ્વારા સફાઈ કરી શકાય. ગટર સફાઈ દરમિયાન ઝેરી વાયુને લીધે મજૂરો મૃત્યુ પામે છે.
આવી ઘટના ન બને એ માટે જે . વી મોદીના વિદ્યાર્થી દ્વારા રેસ્ક્યુ રોબર્ટ બનાવવામાં આવ્યો હતો.આવા માનવીય હેતુથી તેમણે આ કૃતિ તૈયાર કરી જેમની નોંધ ખાંભા તાલુકાના રાજકીય મહાનુભાવો, સામાજિક કાર્યકરો, વરિષ્ઠ પત્રકારોએ અને ત્યાં આવેલ મહેમાનોએ પણ વખાણ કર્યા હતા.
આ કૃતિ તૈયાર કરવા માટે શાળાના યુવાન અને એક્ટીવ શિક્ષકો સાવજ નીતિનભાઈ અને ગુજરાતી હરેશભાઈએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. આ કૃતિને પ્રથમ નંબર મેળવ્યા બદલ શાળાના ટ્રસ્ટીઓ તેમજ શાળાના આચાર્ય આશિષભાઈ જોશીએ હૃદયપૂર્વક અભિનંદન પાઠવેલા હતા.
બિપીન પાંધી

