Gujarat

નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કુલ સાવરકુંડલા દ્વારા શાળા સલામતી ફાયર સેફ્ટીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું

શાળા સલામતી અંતર્ગત શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલ ફાયર સેફટીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  આગ અને આગથી થતા નુકશાનો દ્વારા વિદ્યાર્થીની બહેનોને માહિતગાર કરવામાં આવી હતી. સાથોસાથ શાળાના આચાર્ય  ઉષાબેન તેરૈયા તેમજ શાળાના શાળાના શિક્ષક મેહુલભાઈ મહેતા દ્વારા ફાયર સેફટીના સાધનોનું નિદર્શન કરાવી તેમના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં હતી આ ખાસ તાલીમ નિમિત્તે
૮૦૦ થી વધારે વિદ્યાર્થીની બહેનોને માહિતગાર કરવામાં આવી હતી એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું.
બિપીન પાંધી