ગીરના વન્ય પ્રાણીઓ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં શિકાર માટે આવું સામાન્ય બની ગયું હોય તેમ રોજ બે રોજ તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણી સિંહ ગામમાં ઘુસી જઈ રેઢિયાળ પશુ પર હુમલો કરી મારણ કરતા હોય છે. અને વહેલી સવારે સીમ વિસ્તારમાં જતા રહે છે. ત્યારે થોડા દિવસ પહેલા તાલુકાના મેણ ગામમાં મોડી રાત્રીનાં સમયે એક સાથે ચાર સિંહ પરીવાર શિકાર માટે ગામમાં ઘુસી ગયેલ. બાદમા અલગ અલગ શહેરી ગલીઓમાં આટાફેરા કર્યાં હતાં. ત્યારે પશુઓ પણ સિંહોને જોઈ
ભાગદોડ મચી જવા પામી હતી. ત્યાર બાદ સિંહ પરિવાર પણ ગામમાં આટાફેરા કર્યાં બાદ જતાં રહ્યાં હતાં.
આમ મેણ ગામમાં સિંહ પરિવાર આવી ચડતાય ગામમાં રહેતાં ઈનુસભાઈ આમનભાઈ મહેત્રા ઘરની બાજુ માંથી પસાર થયેલ એ દરમ્યાન આ સમગ્ર ઘટના રહેણાક મકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરા કેદ થઈ ગયેલ હતી