Gujarat

નાણાકીય વર્ષ ૨૦૨૪નું છેલ્લું ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ-નિફ્ટી મોટા ઉછાળા સાથે બંધ થયા

ગુરુવારે નાણાકીય વર્ષ ૨૦૨૪નું છેલ્લું ટ્રેડિંગ સત્ર હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ-નિફ્ટી મોટા ઉછાળા સાથે બંધ થયા છે. સેન્સેક્સ ૬૫૫.૦૪ પોઈન્ટ વધીને બંધ થયો અને નિફ્ટી ૨૦૩.૨૫ પોઈન્ટ વધીને બંધ થયો. રોકાણકારો માટે આ વર્ષ જબરદસ્ત રહ્યું હતું. એક તરફ રોકાણકારોને સેન્સેક્સ, નિફ્ટી, ગોલ્ડ અને ક્રૂડમાં બમ્પર વળતર મળ્યું છે તો બીજી તરફ ચાંદીએ હ્લડ્ઢ કરતાં ઓછું વળતર આપ્યું છે.

નિફ્ટીએ આ સમયગાળા દરમિયાન સૌથી વધુ વળતર આપ્યું છે. નિફ્ટી આ નાણાકીય વર્ષમાં ૧૭,૩૫૯ થી ૨૨,૨૩૬ પોઈન્ટ પર પહોંચ્યો છે. આ રીતે નિફ્ટીએ ૪૯૬૭ પોઈન્ટ એટલે કે ૨૮.૬૧%નું વળતર આપ્યું છે. એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સીના વડા અનુજ ગુપ્તાના જણાવ્યા અનુસાર સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો થયો છે પરંતુ સોનું રોકાણ માટે સલામત સ્થળ છે.

જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત પહેલીવાર ૨૨૦૦ ડોલર પ્રતિ ઔંસને પાર કરી ગઈ ત્યારે દેશમાં સોનાની કિંમત ૬૭,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની નજીક પહોંચી ગઈ હતી. કોરોના સંકટ કે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સોનામાં સુરક્ષિત રોકાણનો ટ્રેન્ડ ચાલુ છે. આ વર્ષે દિવાળી સુધીમાં સોનાનો ભાવ રૂ. ૬૮૦૦૦ સુધી પહોંચવાની આશા છે. તે જ સમયે, ચાંદીની કિંમત ૮૦,૦૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂતાઈના વલણ વચ્ચે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત ૩૫૦ રૂપિયા વધીને ૬૭,૩૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ ગઈ છે.

ચાંદીનો ભાવ પણ રૂ. ૨૦૦ વધીને રૂ. ૭૭,૪૫૦ પ્રતિ કિલો બંધ રહ્યો હતો. નાણાકીય વર્ષ વિશે વાત કરીએ તો, ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે લગભગ ૧.૩૬ ટકા નબળો પડ્યો છે. જ્યારે ૧ એપ્રિલ, ૨૦૨૩ના રોજ રૂપિયો ૮૨.૩૨ પર હતો, તે ગુરુવારે ૮૩.૪૪ પર બંધ થયો હતો. આ તફાવત લગભગ એક રૂપિયા ૧૨ પૈસાનો છે. સ્થાનિક શેરબજારોમાં મજબૂત વલણ અને તાજેતરના સમયમાં વિદેશી ભંડોળના રોકાણમાં થયેલા વધારાને કારણે રૂપિયાને ટેકો મળ્યો છે.

એ જ રીતે આ નાણાકીય વર્ષમાં ક્રૂડ ઓઈલ પણ લગભગ ૧૦.૯૫ ટકા વધીને બંધ થયું છે. ચૂંટણી વર્ષમાં નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. જૂન મહિનામાં પરિણામ આવશે. આવી સ્થિતિમાં શેરબજાર અને કોમોડિટી બજારના નિષ્ણાતો રોકાણકારોને ચૂંટણીના વર્ષમાં સાવચેતીપૂર્વક રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે બજારમાં મોટી વધઘટ જાેવા મળી શકે છે. રોકાણકારોએ ખૂબ જ કાળજીપૂર્વક રોકાણ કરવાની જરૂર છે.