ઠેર ઠેરથી વિશાળ સેવકગણ સમુદાય અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
સાવરકુંડલા ખાતે આવેલ સેવા ધામ સમા કબીર ટેકરી આશ્રમ ખાતે બ્રહ્મલીન સદગુરુ શ્રી રામપ્રતાપ સાહેબની ૪૩ મી પુણયતિથી ભાવપૂર્વક ઉજવવાનુ આયોજન કરવામાં આવ્યું છે કબીર ટેકરી ખાતે આગામી તારીખ ૨૩-૮-૨૪શુક્રવાર અને તારીખ ૨૪-૮-૨૪ શનિવાર એમ બે દિવસ દરમિયાન સદગુરુ શ્રી રામ પ્રતાપ સાહેબની ૪૩મી પુણ્યતિથિ ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહી છે પુણ્યતીથી મહોત્સવના બે દિવસ દરમિયાનના કાર્યક્રમોની શરૂઆત તારીખ ૨૩-૮-૨૪ શુક્રવારના રોજ બપોરે ૩-૩૦ કલાકે ધર્મસભાથી થશે ધર્મસભાનુ દીપ પ્રાગટ્ય મોરબી સ્થિત અશોકભાઈ લાલજીભાઈ કાથરાણીના હસ્તે થશે અને ધર્મસભામાં મુખ્ય વક્તાપદે રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર હેમલબેન વ્યાસ પોતાનું વક્તવ્ય આપશે જ્યારે સાંજે ૭-૩૦ કલાક બાદ ઉપસ્થિત સેવક ગણ માટે મહાપ્રસાદ અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે. જ્યારે દ્વિતીય દિવસ તારીખ ૨૪-૮-૨૪ શનિવારના રોજ સવારે ૭-૩૦ કલાકે , ધ્વજા રોહન , ૮-૩૦ કલાકે મહા આરતી ,સવારે ૯-૦૦ કલાકે શ્રી રામપ્રતાપ સાહેબની પૂરા કદની ચિત્ર પ્રતિમા સાથે વિશાળ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરશે બાદ બપોર ૧૨-૩૦ કલાકે મહાપ્રસાદ અને દ્વિતી ચરણમાં બપોરે ૩-૩૦ કલાકથી ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેનું અધ્યક્ષપદ લટુંરિયા હનુમાનજી મંદિરના મહામંડલેશ્વર શ્રી જસુબાપુ સંભાળશે અને દીપ પ્રાગટ્ય પરમ પૂજ્ય શ્રી કરસનદાસ મહારાજ માંડવી કચ્છના હસ્તે થશે ધર્મસભામાં સાવરકુંડલા શહેર અને તાલુકામાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સમાજ સેવકો અને સામાજિક સંસ્થાઓને સદગુરુ શ્રી કબીર સાહેબ સેવા એવોર્ડથી સન્માનવામાં આવશે બાદમાં રાત્રે સંસ્થા દ્વારા ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની પ્રોજેક્ટર દ્વારા ઝાખી દર્શાવવામાં આવશે અને રાત્રિના ૯-૩૦ કલાકથી રવિરામબાપુ હરિયાણી રાભડાવાળા ગ્રુપ દ્વારા સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર કાર્યક્રમ દરમિયાન સનાતન આશ્રમ બાઢડાના પરમ પૂજ્ય મૈયા શ્રી જ્યોતિ મૈયા શિવ દરબાર આશ્રમ કાનાતળાવના પરમ પૂજ્ય મળ્યા શ્રી ઉષામૈયા સહિત સંતો મહંતો ઉપસ્થિત રહેશે જ્યારે રાજસ્વી મહાનુભાવોમાં ભરતભાઈ સુતરીયા સાંસદ શ્રી, મહેશભાઈ કસવાળા ધારાસભ્યશ્રી, સુરેશભાઈ પાનસુરીયા જિલ્લા ઉપાધ્યક્ષ અને નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તથા ઉપપ્રમુખ પ્રતિકભાઇ નાકરાણી ખાસ અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે સમગ્ર કાર્યક્રમની સફળતા માટે કબીર ટેકરી આશ્રમના સ્વયંસેવકો તૈયારીને આખરી ઓપ આપી રહ્યા છે પુણ્યતિથિ મહોત્સવમાં બધા સેવક પરિવારને સહ પરિવાર હાજરી આપવા મહંત શ્રી નારાયણદાસ સાહેબે ભાવભર્યું નિમંત્રણ પાઠ્વ્યું છે.
બિપીન પાંધી

