Gujarat

નેશનલ હાઇવે પર હોટલની પાછળ ચાલતા જુગારધામ પર દરોડા પાડી સાત જુગારીઓની ધરપકડ કરી

અંકલેશ્વર GIDC પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમીના આધારે અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર આવેલી વર્ષા હોટલની પાછળ ઝુપડાઓ પાસે ખુલ્લી જગ્યામાં દરોડા પાડતા 7 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. પોલીસે તેઓ પાસેથી મોબાઈલ સહિત રૂ. 11, 200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તેમની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલ આરોપીઓ

  1. પ્રવિણભાઇ વણઝારા (ઉ.વ. 21)
  2. રાજભાઇ કુચબંદિયા (ઉ.વ. 21)
  3. ક્રિષ્ના મલ્લા
  4. અજયભાઇ કુચબંદિયા (ઉ.વ. 30)
  5. રાજભાઇ કુચબંદિયા (ઉ.વ. 25)
  6. સુનિલભાઇ શંભુભાઇ ગોહિલ (ઉ.વ. 22)
  7. જલ્લાદભાઇ કુચબંદિયા )ઉ.વ. 46)