અંબાજી મંદિરમાં અને ગુજરાતનાં અલગ અલગ મંદિરોમા હાલમાં ચૈત્રી નવરાત્રી પર્વ દરમીયાન સંગીત નાટક અકાદમી નવી દિલ્હી દ્વારા અંબાજી મંદિર ખાતે બે દિવસીય શક્તિ ઉત્સવ ખુલ્લું મૂકાયું છે. જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સહયોગથી શરૂ થયેલા આ કાર્યક્ર્મમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ગત રાત્રે હિન્દુસ્તાની નૃત્ય, ઓડિશા નૃત્ય, ભવાઇ સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજાયા હતા. અંબાજી મંદિરના વહીવટદાર, જિલ્લા વિકાસ અધિકારી, જોરાવરસિંહ જાદવ, પ્રસિદ્ધ લેખક સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
ગઈકાલના કાર્યક્રમમાં શક્તિ નાટક એકાડમી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પહેલાંના સમયમાં મંદિરોમાં અલગ અલગ નાટક અને કાર્યક્રમો થતાં હતાં. ત્યારબાદ હવે તેમનો પ્રચાર પ્રસાર ઓછાં થવા માંડ્યો છે. હાલમાં ચૈત્રી નવરાત્રીનો મહાપર્વ ચાલી રહ્યો છે.
ત્યારે અલગ અલગ શક્તિપીઠોમાં સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અને મનોરંજન માટે અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગઈકાલ રાત્રીના આ કાર્યક્રમમાં સુંદર પ્રસુતિ થકી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. સાથે સાથે ચાચર ચોકમાં ભક્તોએ ગરબા પણ ઝૂમી ઊઠ્યા હતા.



