Gujarat

શ્રી હડીયાણા માધ્યમિક શાળા,  શ્રી હડીયાણા તાલુકા શાળા તથા શ્રી હડીયાણા કન્યા શાળા ઉપરાંત આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાવવા માટે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ- 2024

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડીયાણા ગામ ખાતે શ્રી હડીયાણા તાલુકા શાળના મેદાનમાં શ્રી હડીયાણા માધ્યમિક શાળા,  શ્રી હડીયાણા તાલુકા શાળા તથા શ્રી હડીયાણા કન્યા શાળા ઉપરાંત આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાવવા માટે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ- 2024 ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ આંગણવાડી તથા શાળામાં પ્રવેશપાત્ર બાળકોનું ૧૦૦% નામાંકન કરી દરેક બાળકોને ગુણવતાલક્ષી શિક્ષણ મળી તેવા પ્રયાશો કરવાનો છે.
આ કાર્યક્રમમાં ઉમાબેન સુતરીયા ઉપસચીવશ્રી વિદ્યાનિક અને  સંસદીય બાબતોના વિભાગ, સચિવાલય  ગાંધીનગર, ભક્તિબેન મકવાણા હિસાબી અધિકારી, જિલ્લા પંચાયત જામનગર, એડવોકેટ દિક્ષીતાબેન પાઠક, BRC જામી સાહેબ, CRC કનુભાઈ જાટિયા, BRP માઘોડિયા સાહેબ તથા ભંડેરી સાહેબ, નાયબ તાલુકા વિકાસ અધિકારીશ્રી ઝાલા સાહેબ, હડિયાણા ગામના વહીવટદાર મનીષભાઈ સોરઠીયા, તલાટી કમ મંત્રી મોનાલીબેન, ICDS અઘિકારીશ્રી ત્રણેય શાળાના આચાર્યશ્રીઓ, સભ્યશ્રીઓ, દાતાશ્રીઓ, વાલીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો, ગુરુજનો, વિધાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હાજર રહેલ ઉમાબેન સુતરીયા ઉપસચીવશ્રી વિદ્યાનિક અને  સંસદીય બાબતોના વિભાગ, સચિવાલય  ગાંધીનગરના વરદહસ્તે આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ- ૧ અને ધોરણ ૯ માં પ્રવેશ આપી તમામ વાલીઓને શિક્ષણના મહત્વથી માહિતગાર કર્યા હતા.ઉપરાંત તેઓએ કન્યા કેળવણી, સરકારશ્રીની વિવિધ યોજનાઓ, ગુણવતાલક્ષી શિક્ષણ વગેરે મુદ્દાઓ વિશે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વ્રુક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.