Gujarat

શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સચાલીત ગલ્સ હાઇસ્કૂલ ધો.10 અને 12 તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો

શ્રી એમ. ડી. મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ. ડી. મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ધ્રોલમાં ધોરણ 10 અને12  સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ ડી.એલ.એડ. અને બી.એડ ના  તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઈ ગયો .શ્રી એમ .ડી .મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ના આદરણીય ચેરમેન શ્રી ધર્મેશભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં સંસ્થાના સેક્રેટરી શ્રી સુધાબેન ખંઢેરીયા,  મુખ્ય અતિથિ વિશેષ કાન્તા સ્ત્રીવિકાસ ગૃહના ટ્રસ્ટીશ્રી નેહાબેન દફતરી ,  મેનેજિંગ કમિટીના સભ્યશ્રીઓ શ્રી જી.  કે. પટેલ સાહેબ, શ્રી પાર્થભાઈ પંડ્યા, શ્રી મીના બેન શેઠ, સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ અશ્વિનભાઈ ,નારણભાઈ, શ્રી અશોકદાન, શ્રી નવીનભાઈ ઉપરાંત શ્રી યોગેશભાઈ મહેતા, શ્રી વિજયભાઈ સોજિત્રા, શ્રી શીતલબેન,શ્રી નેહાબેન , શ્રી એમ. ડી. મહેતા ગર્લ્સ હાઇસ્કુલ ના આચાર્યાશ્રી નીતાબેન રામાનુજ, તમામ સ્ટાફ મિત્રો, વિવિધ વિભાગના વડાશ્રીઓ, વાલીશ્રીઓ અને તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.હર તરફ હર જગહ …પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત બાદ તેજસ્વી તારલાઓએ મહેમાનોનું કાર્ડ દ્વારા સ્વાગત કર્યું. આચાર્યા
શ્રીનીતાબેને શાબ્દિક સ્વાગત કર્યું . શ્રી શોભનાબેન કાછડીયા દ્વારા કાર્યક્રમના મુખ્ય અતિથિ એવા શ્રી નેહાબેન દફતરી નો પરિચય આપવામાં આવ્યો. ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પ્રથમ ત્રણ ક્રમાંક તથા વિષયવાર નંબર મેળવનાર વિદ્યાર્થીઓને રોકડ ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું. આ તકે શ્રી સુધાબેન ખંઢેરિયા,શ્રી નેહાબેન દફતરી, શ્રી વિજયભાઈ સોજીત્રા ,અને શ્રી શીતલબેને                પોતાના પ્રસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે તમારા આદર્શો આજુબાજુના જીવનમાંથી શોધો. જો દ્રઢ સંકલ્પ ઊંચું ધ્યેય અને ખંત તથા મહેનત હોય તો વિદ્યાર્થી માટે કશું જ અશક્ય નથી .શ્રી ધર્મેશભાઈએ પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં વિદ્યાર્થીઓને ઈચ્છા શક્તિ અને દ્રઢ મનોબળથી પ્રગતિ કરવા જણાવ્યું. ધોરણ 10 ની વિદ્યાર્થીની  પરમાર પાયલ અને ધોરણ 12 ની વિદ્યાર્થિની પરમાર મિતલે પોતાના વિદ્યાર્થી તરીકેના અનુભવો રજૂ કર્યા. કાર્યક્રમ દરમિયાન ગણેશ સ્તુતિ અને જીતે ચલ…. એ બે સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી જેમનું માર્ગદર્શન શ્રી ભૂમિકાબેન તથા શ્રી મીનાબેને આપ્યું હતું .કાર્યક્રમની આભાર વિધિ સ્વરૂપે સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા શ્રી જલ્પાબેન ટીંબડીયાએ આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ કર્યું હતું