તારીખ ૦૪/૦૩/૨૦૨૪ના રોજ અમરેલી મુકામે જિલ્લા કક્ષાના સ્પે. ખેલ મહાકુંભ ૨.૦ અંતગર્ત યોજાયેલા રમતોત્સવમાં શ્રી નિવાસી અંધ વિદ્યાલય- થોરડીના દિવ્યાંગ વિધાર્થીઓ ઝળક્યા હતા.
રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા ખેલ મહાકુંભમાં અમરેલી જિલ્લા રમતગમત કચેરી દ્વારા સ્પે.ખેલ મહાકુંભનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અમરેલી ખાતે યોજાયું હતું જેમાં અમરેલી જિલ્લાના ૨૫૦થી વધુ દિવ્યાંગ વિધાર્થી ભાઇઓ- બહેનોએ ભાગ લીધો હતો જેમાં ખેલકૂદની વિવિધ રમતો જેવી કે ૧૦૦ મીટર દોડ, લાંબી કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક,બરછી ફેંક જેવી એથલેટિક્સ રમતો યોજાઈ હતી.જેમાં શ્રી નિવાસી અંધ વિદ્યાલય થોરડીના કુલ ૩૨ દિવ્યાંગ વિધાર્થીએ ભાગ લીધો હતો જેમાંથી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબરે *”૩”* વિધાર્થીઓ, દ્વિતીય નંબરે *”૬”* વિધાર્થીઓ તેમજ તૃતિય નંબરે *”૭”* વિધાર્થીઓએ નંબર પ્રાપ્ત કર્યા હતા
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા રમતગમત અધિકારીશ્રી તથા શ્રી નિવાસી અંધ વિદ્યાલયના કોચ સંજયભાઈ પંડયાએ ઘણી મહેનત ઉઠાવી હતી તે બદલ શાળાના આચાર્ય હિતેષભાઇ દેસાઈ તથા મેનેજિંગ ટ્રસ્ટી કાંતિદાદાએ તેમજ શ્રી લોક સેવક સંઘ સર્વ મંગલ સંકુલ – થોરડી તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને પ્રથમ નંબરના વિજેતા આગામી સમયમાં રાજ્યકક્ષાના રમતોત્સવમાં ભાગ લેવા જશે તેમા પણ જીત મેળવે તેવી શુભકામનાઓ પાઠવી હતી

