આમ સાવરકુંડલાની એક સેવાકીય સંસ્થાએ બીજી સેવાકીય સંસ્થાને મદદ કરી. આમ ગણીએ તો દીપ સે હી તો દીપ જલતા હૈં’ના?

સાવરકુંડલા શહેરમાં આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ તરફથી ૧૭૦ કંબલ ભેટ આપવામાં આવ્યા જે માનવ મંદિરના સેવક અને ન્યૂજર્સી અમેરિકા રહેતા કિશોરભાઈ પટેલ તેમજ ભક્તિરામબાપુના સુપુત્ર રાઘવબાપુના વરદહસ્તે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો પ્રકાશ કટારીયાના સાનિધ્યમાં અર્પણ કરાયા.

આમ એક સેવાભાવી સંસ્થાએ બીજી સેવાભાવી સંસ્થાને મદદ કરી. આમ સેવા રૂપી મહાયજ્ઞની જ્યોત સે જ્યોત જલી ઔર પ્રેમ કી ગંગા બહી. આમ કડકડતી ઠંડીમાં કંબલ એ ઠંડી સામે રક્ષણ આપશે.
બિપીન પાંધી. સાવરકુંડલા

