સંસ્થાના ચેરમેન ડો.બંકિમ શાહના માર્ગદર્શન હેઠળ નવા સત્રની શરૂઆતના પ્રથમ દિવસે બાળકોનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું. જેમાં ડીજેના તાલે અને બાળકોના સ્વાગત ગીતની સાથે વિવિધ યુનિટના કોર્ડીનેટર અને સ્ટાફ દ્વારા બાળકોને કંકુ અને ચોખાનું તિલક તથા ચોકલેટ આપીને વિદ્યાર્થીઓનું મો મીઠું કરાવવામાં આવ્યું. વિદ્યાની દેવી મા સરસ્વતીની આરાધના કરી વિદ્યાર્થીઓ દ્વારા મા સરસ્વતીનું પૂજન કરાવવામાં આવ્યું સાથે યુનિટ પ્રમાણે એસેમ્બલી નું આયોજન કરી શિક્ષકોનો પરિચય કો-ઓર્ડીનેટર દ્વારા આપવામાં આવ્યો. વિશેષમાં પ્રેપ સેક્શન દ્વારા વિદ્યાર્થીઓને પ્રથમ દિવસની યાદગીરી રહે તે માટે પામ પ્રિન્ટ એક્ટિવિટી કરાવવામાં આવી.સંસ્થાના ડાયરેક્ટર સતીશ પાટીલે સંસ્થાના શિસ્તને લગતા નિયમોની ચર્ચા કરી. આચાર્ય ડો.રશ્મિન રાવલે વિદ્યાર્થીઓને પ્રથમ દિવસે ભવિષ્યમાં ઉચ્ચતમ પરિણામ મેળવતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી.

