Gujarat

જામનગરના સચાણામાં બે જૂથ વચ્ચે બબાલ થતા છ લોકો ઘાયલ, બંને પક્ષે સામસામી ફરિયાદ

જામનગર તાલુકાના સચાણા ગામમાં બાળકો અંગેની તકરાર નું મનદુખ રાખીને બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી અને સામસામે હુમલા કરાયા હતા. જેમાં બંને પક્ષની છ વ્યક્તિઓ ઘાયલ થઈ છે.જે મામલે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

જામનગર તાલુકાના સચાણા માં રહેતી ઝરીનાબેન અવેશભાઈ નામની 40 વર્ષની મહિલાએ બાળકો અંગે ની તકરારનું મનદુઃખ રાખી પોતાના ઉપર તેમજ પોતાના પતિ અવેશભાઈ તથા એમણાબેન ઉપર લાકડાના ધોકા- પાઈપ જેવા હથિયારો વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા ઇશાભાઈ જુસબભાઈ કકકલ, જુસબ અબ્બાસભાઈ કકકલ, મુસ્તાક જુસબભાઈ, સબીના જુસબભાઈ અને ફિરોજ રજાકભાઈ ગજિયા સામે ફરિયાદ નોંધાવી છે.

જયારે સામા પક્ષે શબીનાબેન જુસબભાઈ કકકલે પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના બે સભ્યો પર ધોકા લાકડા વડે હુમલો કરી બટકા ભરીને ઈજા પહોંચાડવા અંગે પાડોશી રમજાન આવેશભાઈ કકકલ, રશીદાબેન જુનસભાઈ ભોકલ, સુગરાબેન જુનસભાઈ ભોકલ, અને નાઝમીનબેન અવેશભાઈ ભોકલ સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસે બંને પક્ષની હુમલા અંગેની ફરિયાદ નોંધી સચાણા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.