Gujarat

ગુજરાતમાં ઠંડીની ધીમી શરૂઆત, આ રાજ્યોમાં બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે

આ સાથે જ મહત્તમ તાપમાનમાં પણ એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. કારતક મહિનાની શરૂઆતથી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. દેશભરમાં શીત લહેર વધવા લાગી છે. દિલ્હીમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. પર્વતોમાં હિમવર્ષા અને ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીને લઈને એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર કેરળ અને તમિલનાડુમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે.

આ વરસાદની અસર પુડુચેરી, માહે, કરાઈકલ, આંદામાન નિકોબાર ટાપુઓમાં જાેવા મળશે. રવિવારે દિલ્હીમાં મોસમનો પહેલો ધુમ્મસ જાેવા મળ્યું હતું, જે આગામી ૩ દિવસ સુધી લોકો માટે મુશ્કેલી બની જશે. હવામાન વિભાગના અપડેટ મુજબ, આજે, આવતીકાલે અને પરમ દિવસે, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહેમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ગાજવીજ સાથે વીજળી પડવાની સંભાવના છે.

હવામાન વિભાગે તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી, તેનકાસી, વિરુધુનગર, થેની, મદુરાઈ, શિવગંગાઈ, રામનાથપુરમ અને ડિંડીગુલ જિલ્લાના રહેવાસીઓને સતર્ક રહેવાની સલાહ આપી છે. ૫ નવેમ્બરના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓ પર છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. દેશના બાકીના રાજ્યોમાં હવામાન ચોખ્ખું રહેશે. આ સપ્તાહમાં ક્યાંય વરસાદની શક્યતા નથી. ગુજરાતી હિન્દુ કેલેન્ડર અનુસાર નવા વર્ષે એટલે કે કારક મહિનાની શરૂઆતથી ઠંડીની શરૂ થાય છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ અગાઉ નવેમ્બર માસથી ઠંડીની શરૂઆત થશે તેવી માહિતી પ્રસારિત કરવામાં આવી હતી.

જેને પગલે છેલ્લા બે દિવસથી ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન સામાન્યથી નજીક પહોંચ્યું છે. તથા છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ દિવસ અને દિવસે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ઘટતા શિયાળાની શરૂઆત થઈ હોય તેવો અનુભવ શહેરીજનોને થઈ રહ્યો છે. આ સાથે જ મહત્તમ તાપમાનમાં પણ એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૫ નવેમ્બર બાદ ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે ઠંડી વધશે. આ અઠવાડિયે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. આ હિમવર્ષાને કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ જેવા મેદાની રાજ્યોમાં ૧૫ થી ૨૦ નવેમ્બર વચ્ચે ધુમ્મસના કારણે તાપમાનમાં ઘટાડો થશે. લેહ-લદ્દાખમાં હિમવર્ષાને કારણે જમ્મુ-કાશ્મીર પહેલેથી જ ઠંડીની ઝપેટમાં છે. રાજધાની દિલ્હીમાં સ્મોગના કારણે સ્થિતિ દયનીય છે. સવાર-સાંજ ઠંડી વધી છે, પરંતુ દિવાળી પર ફટાકડા ફોડવાથી વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો છે.

રવિવારે દિલ્હીનું મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૮ ડિગ્રી નોંધાયું હતું. આ અઠવાડિયે હવામાન સ્વચ્છ રહેશે, પરંતુ ધુમ્મસ દેખાવાનું શરૂ થશે. હવામાન વિભાગે દિલ્હીમાં ૭ નવેમ્બર સુધી ધુમ્મસ અને ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર ઓક્ટોબર મહિનો ૧૨૩ વર્ષ બાદ સૌથી ગરમ મહિનો હતો. ૈંસ્ડ્ઢના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ પોતે આ વાતની પુષ્ટિ કરી છે.

તેમણે મીડિયાને જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય ન હોવાને કારણે અને બંગાળની ખાડીમાં નીચા દબાણનો વિસ્તાર સક્રિય હોવાને કારણે ઓક્ટોબર મહિનામાં સરેરાશ તાપમાન ૨૬.૯૨ ડિગ્રી નોંધાયું હતું. આ તાપમાન વર્ષ ૧૯૦૧ પછી નોંધાયું હતું અને વર્ષ ૧૯૦૧ પછી વર્ષ ૨૦૨૪નો ઓક્ટોબર સૌથી ગરમ મહિનો હતો.