Gujarat

ધીમે ધીમે શિયાળાએ પગરવ માંડવાનો પ્રારંભ કર્યો.બેવડી ઋતુના સંક્રાંત કાળમાં ઠંડી ગરમીનું અજબ સંયોજન.!!!

ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ લોકોએ દિવાળી, લાભપંચમી તથા દેવ દિવાળી જેવા મોટા પર્વોની ધામધૂમથી ઉજવણી કરી. હવે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ધીમે ધીમે નીચે આવવાનો પ્રારંભ થયો હોય તેવું લાગે છે.  આમ ગણીએ તો આ સમયકાળ અર્થાત્ મીક્સ ઋતુનો આરંભકાળ ગણાય. બપોરે થોડી ગરમી પડે છે અને મોડી રાતથી ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવવા મળે છે.
આમ હવે ધીમે ડગલે શિયાળનાં આગમનની છડી પોકારાય ગઈ છે, એવું વાતાવરણ જોવા મળે છે. જો કે સાવરકુંડલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હવે બિલ્લી પગે શિયાળાનું આગમન થતું જોવા મળેલ છે. પ્રસ્તુત તસવીર સાવરકુંડલા ખાતે પ્રારંભ થતાં શિયાળું પ્રભાત તથા મધ્યાહ્નને પ્રકાશિત મંદ મંદ વહેતાં મલાયાનીલ સાથે સ્વચ્છ આકાશની છે..આમ ઠંડી ગરમીનો સંક્રાંત કાળ.. જો કે મોડી રાત બાદ હવે  ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળે છે.
બિપીન પાંધી  સાવરકુંડલા