Gujarat

રાજકોટ તાલુકાની શ્રીકૃષ્ણ નગર (કણકોટ )પ્રાથમિક શાળામાં એસએમસી વાલી સંમેલન, સ્વાગત અભિવાદન કાર્યક્રમ યોજાયો

2024 શનિવારના શુભ સવાર માં શ્રી કૃષ્ણનગર (કણકોટ) પ્રાથમિક શાળા તાલુકો રાજકોટ ખાતે  ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં સૌપ્રથમ એસએમસી વાલી સંમેલન યોજવામાં આવ્યું. બીજા ક્રમે રાતૈયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સરોજબેન બાબુલાલ દેવમુરારી ની આ બદલી થતાં તેઓ શ્રી પોતાની ફરજ પર હાજર થતા તેમનું સ્વાગત અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
તેમજ શાળાઓની બાળાઓ દ્વારા સામૈયા લઈ શિક્ષિકા નું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું તેમજ ગામમાંથી પધારેલા એસએમસીના સભ્યો ઈન્દુ બેન વિરાણી, લીલાવંતીબેન વિરાણી, મનિષાબેન વગેરે બહેનો દ્વારા પુષ્પગુચ્છ આપી બેનશ્રીનું લાગણી ભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો.
ત્રીજા ક્રમે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ના અધ્યાપકશ્રીઓ તથા તાલીમાર્થી ઓ પદયાત્રીઓદ્વારા પ્રાકૃતિક ખેતી જાગૃતતા અભિયાન અંતર્ગત વિચાર ગોષ્ટિ સેમિનાર યોજવામાં આવ્યો.
  
આ સમગ્ર ત્રિવેણી કાર્યક્રમમાં એસએમસીના સભ્યો વાલી મંડળના સભ્યો વગેરેએ હાજરી આપેલા હતી સમગ્ર કાર્યક્રમનું સુ ચારું સંચાલન શાળાના ઉત્સાહી આચાર્યશ્રી દિલીપભાઈ કડેવાળ દ્વારા કરવામાં આવ્યું . અંતમાં બહેન શ્રી એ બાળકોને વેકેશનની શુભેચ્છા ઓ પાઠવી સૌનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો.

રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ