જિલ્લા મથક ભુજ શહેરના ભુજીયા ડુંગરની ટોચે દિવાળી પર્વનો આગવો શણગાર સર્જાયો હતો. ભુજના તાજ સમાં સ્મૃતિવન ખાતે ધનતેરસની રાત્રિએ સ્થાનિક સંસ્થાઓના ઉપક્રમે 51 હજાર દીવડાઓ પ્રજ્વલિત કરી અદ્દભૂત દીપમાળા યોજવામાં આવી હતી.
મુખ્ય આયોજક ફ્રેન્ડ્સ ગ્રુપ તેમજ વિવિધ સંલગ્ન સંસ્થાઓના સહયોગથી દીવડાઓ પ્રગટાવીને ભુજીયો ડુંગર ઝળહળી ઉઠ્યો હતો.

છેલ્લા ત્રણ વર્ષથી ધનતેરસની સંધ્યાએ પ્રકાશપર્વની આગવી ઉજવણી દીપમાળા સાથે કરવામાં આવે છે, જે અંતર્ગત ગઈકાલ સમી સાંજે આગેવાનોની હાજરીમા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મુક્યા બાદ સૂર્યાસ્ત બાદનો નજારો જોઈ હાજર વિશાળ જનમેદની આનંદિત બની હતી.
દીપ પ્રાગટ્ય સામાજીક આગેવાન અને અંગદાન પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, RSS કચ્છ વિભાગ સંઘ સંચાલક હિંમતસિંહ વસણ,ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પશ્ચિમ કચ્છ એસ પી શ્રી વિકાસ સુંડા સાહેબ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, ફ્રેન્ડ્સ ગ્રુપ ના રાહુલભાઈ ગોર, સ્મૃતિવન ના હેડ મનોજ પાંડે જી, નવીનભાઈ વ્યાસ સહીત આગેવાનો ના હસ્તે કરવામાં આવ્યું હતું.

