શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલની વિદ્યાર્થીની બહેનોએ જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં અંધશાળા- અમરેલી, મુકામે ભાગ લીધો હતો.
જેમાં વાદ્ય સંગીત સ્પર્ધામાં — પંડ્યા શ્રેયાબેન ધર્મેશભાઈ દ્વિતીય નંબર, નૃત્યમાં — નિમાવત નિરાલીબેન યોગેશભાઈ પ્રથમ નંબર, થિયેટર/ડ્રામા સ્પર્ધામાં –જોષી પ્રિયાંશીબેન હર્ષદભાઈ દ્વિતીય નંબર, પરંપરાગત વાર્તા વાંચન – પરડવા ખુશીબેન મોહનભાઈ તૃતીય નંબર, પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.
હવે પછી જિલ્લા કક્ષાનું પ્રતિનિધિત્વ – નિમાવત નિરાલીબેન યોગેશભાઈ કરશે અને ઝોન કક્ષાએ ભાગ લેવા જશે . તૈયારી કરાવનાર ઉત્સાહી અને કાર્યશીલ પ્રિન્સિપાલ ઉષાબેન તેરૈયા તેમજ શિક્ષક લાલજીભાઈ રાઠોડે ભારે જહેમત ઉઠાવી હતી.
નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ અને શાળા પરિવારે વિધાર્થીની બહેનોને ખૂબ – ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી એમ રવિભાઈ જોષીની એક યાદીમાં જણાવાયું હતું
બિપીન પાંધી

