Gujarat

સાવરકુંડલા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના ભવ્ય જાજરમાન ઈતિહાસની ધરોહર સમાન શૈક્ષણિક તેમજ સામાજિક ક્ષેત્રે અનેક સેવાકીય પ્રવૃત્તિઓની ઝલક

તારીખ ૪-૧-૨૫ના રોજ સાંજે ૫ થી ૮-૩૦ સુધી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના સરસ્વતી સાધકોના કૌશલ અને સાંસ્કૃતિક કલચરના ઓરિજિનલ કાઠિયાવાડી મિજાજની એક ઝલક માણવા પધારવા સંસ્થા દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે
છેલ્લા પાંચ દસકા કરતાં વધુ સમયથી સતત શૈક્ષણિક સામાજિક ક્ષેત્રે હરણફાળ ભરતી સંસ્થા પૈકીની એક સંસ્થા એટલે શિક્ષણ, સેવા  ચારિત્ર્ય નિર્માણના આધારસ્તંભ સમી સાવરકુંડલા શહેરની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાનો ભવ્ય અને ગૌરવવંતા ભૂતકાળ રહ્યો છે.
સંસ્થાના આધારસ્તંભ સમાન પ. પૂ.અ. નિ. જ્ઞાનસ્વામિ, પ. પૂ. અ. નિ. મોટા સ્વામી, પ. પૂ. વિષ્ણુસ્વામી, હરિહર સ્વામી સમેત તમામ સંતોએ આ ગુરુકુળને ગુજરાત જ નહિ પરંતુ વિદેશોમાં વસતાં હરિભકિતોમાં એક નવી ઓળખ પ્રસ્થાપિત કરાવી છે ત્યારે સાંપ્રત સમયમાં સંસ્થાના વડા પ પૂ ભગવતપ્રસાદ દાસજી સ્વામી, સંસ્થાના પ્રમુખ પ. પૂ. શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી, કોઠારી સ્વામી શ્રી અક્ષર મુક્ત સ્વામી તથા શુકદેવપ્રસાદદાસ સ્વામીના સહિયારા પ્રયાસો તેમજ શાળાના આચાર્ય શ્રી તથા કર્મનિષ્ઠ શિક્ષકગણ દ્વારા સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળને હવે રાષ્ટ્રીય લેવલે નવી ઓળખ પ્રસ્થાપિત કરાવવામાં મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે
 
ત્યારે નવા વર્ષના પ્રારંભકાળે  તારીખ ૪-૧-૨૫ના રોજ સાંજે ૫ થી ૮-૩૦ સુધી સંસ્થાના પ્રાંગણમાં  આ સંસ્થાના સરસ્વતિ સાધકો દ્વારા એક ભવ્ય અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે સાવરકુંડલા જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત તેમજ દેશ વિદેશમાં વસતાં સાવરકુંડલા સ્વામિનારાયણ ગુરુકુળના સંપર્કમાં આવેલ તમામને  ગુરૂકૂળ છાત્રોને પ્રોત્સાહિત કરવા પધારવા સંસ્થા દ્વારા હાર્દિક અને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે. તો અવશ્ય પધારશો હોં કે…. પધારશો’ને… આપની ઉપસ્થિત અમને વધુ પ્રોત્સાહક હૂંફ પ્રદાન કરશે..એવું હાર્દિક જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
બિપીન પાંધી સાવરકુંડલા