મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતના બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનને લગતું એક નવું અપડેટ સામે આવ્યું છે. આ સેલિબ્રેશન માટે 800 મહેમાનોને આમંત્રિત કરવામાં આવશે. દિવ્ય ભાસ્કર દ્વારા પહેલાંથી જ કહેવામાં આવ્યું હતું કે સમુદ્રની વચ્ચે ક્રૂઝ શિપ પર ફંક્શનનું આયોજન કરવામાં આવશે.
નવી માહિતી એ છે કે ક્રૂઝ શિપ ઇટાલીના સિટી બંદરથી રવાના થશે અને દક્ષિણ ફ્રાન્સમાં તેની યાત્રા સમાપ્ત કરશે. આ ક્રૂઝ શિપ પર 600નો સ્ટાફ હાજર રહેશે જે તે 800 મહેમાનોની રહેવાથી લઈને ભોજન સુધીની તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખશે.
- ક્રૂઝ શિપ ઇટાલીથી રવાના થશે અને સાઉથ ફ્રાન્સમાં તેની યાત્રા સમાપ્ત કરશે.
- આ જર્ની 28-30 મે સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન ક્રૂઝ જહાજ 2365 નોટિકલ માઈલ (4380 કિમી)નું અંતર કાપશે.
- આ ક્રૂઝ શિપ પર કુલ 800 મહેમાનો ફંક્શનમાં હાજરી આપશે.
- આ 800 મહેમાનોની દેખરેખ માટે 600નો સ્ટાફ સતત હાજર રહેશે.