Gujarat

સાવરકુંડલા તાલુકાના આંબરડી ખાતે આવેલ શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનો એથ્લેટીક્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ

સાવરકુંડલા તાલુકાની એથ્લેટીક્સ સ્પર્ધામાં શ્રી આંબરડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થી ભાઈઓએ ૧૦૦ મીટર ૨૦૦ મીટર ૪૦૦ મીટર દોડ તેમજ લાંબી કૂદ ,ઊંચી કુદ ,ગોળા ફેક, અને ચક્ર ફેક જેવી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ચોડવડીયા જૈવિન જ્યસુખભાઈ (૪૦૦ મીટર દોડ)માં તાલુકા પ્રથમ અને અજાણા જયદેવ (લાંબી કૂદ)માં તૃતિય સ્થાન મેળવેલ હતું.
 કોચ તરીકેની ભૂમિકા શાળાના શિક્ષક  રમેશભાઈ ચારિયાએ બજાવી હતી. સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી દિપકભાઈ માલાણીએ તેમજ પ્રિન્સિપાલ  એમ.ડી.માલવિયાએ સૌ વિજેતા અને કોચને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર સ્ટાફમિત્રોએ વિદ્યાર્થીઓને સ્પર્ધામાં તૈયારી માટે જહેમત ઉઠાવી હતી.
બિપીન પાંધી