Gujarat

પાવીજેતપુર તાલુકાના  કરાલી પોલીસ મથકના પીએસઆઈ ડી.કે. પંડ્યા દ્વારા  SPC તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર  તાલુકાના કરાલી પોલીસ મથકના પીએસઆઈ ડી.કે.પંડ્યા સાહેબ દ્વારા કલારાણી શાળામાં સ્ટૂડન્ટ્સ પોલીસ કેડેટ (SPC) ની તાલીમ લઈ રહેલા ૨૨ વિદ્યાર્થીઓ અને ૨૨ વિદ્યાર્થીનીઓની મુલાકાત લેવામાં આવી હતી.જેમાં બાળકોની મુલાકાત લઈ ટ્રાફિક નિયમોના નિવારણ વિશે સંપૂર્ણ માહિતગાર કરવામાં આવ્યા અને સ્વચ્છતા ઉપર સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ તેઓએ મેળવેલ તાલીમ બાબતે ચર્ચા કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓના અભ્યાસને લઈ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પોલીસ વિભાગે સ્ટુડન્ટ્સ પોલીસ કેડેટ નામ ની મહત્વની યોજના ચાલુ કરેલી છે. આ તાલીમ થકી વિદ્યાર્થીઓ નો સર્વાંગી વિકાસ થશે કાયદો, સન્માન, ક્ષમતા, શિસ્ત, આદર્શ, જેવા ગુણો સૂચના કરવામાં તાલીમ મહત્વની બની રહેશે. કુટુંબ, સમાજ, દેશ, પર્યાવરણ જવાબદારી કેળવાય, યુવાનો કાયદાનું પાલન કરે, યુવાનો સમાજ સેવા કરતા થાય માનસિક અને શારીરિક રીતે મજબૂત બને એ હેતુથી વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર